‘ના ના ના ના ના રે’ની રીમેકમાં દેખાશે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી

29 February, 2024 06:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચનની ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘મૃત્યુદાતા’માં આ ગીત હતું, જે લોકોમાં ખૂબ હિટ રહ્યું હતું.

રાજકુમાર રાવ , તૃપ્તિ ડિમરી

દલેર મેહંદીના ફેમસ ગીત ‘ના ના ના ના ના રે’ની રીમેક બનવાની છે અને એને જોવા માટે તેઓ આતુર છે. આ ગીતમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની જોડી જોવા મળશે. અમિતાભ બચ્ચનની ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘મૃત્યુદાતા’માં આ ગીત હતું, જે લોકોમાં ખૂબ હિટ રહ્યું હતું. દલેર મેહંદી અને સમીર અન્જાને એ ગીત લખ્યું હતું. હવે એ જ ગીત રાજકુમાર રાવ અને તૃપ્તિની આગામી ફિલ્મમાં જોવા મળવાનું છે. એનું શૂટિંગ હૃષીકેશમાં થવાનું છે. સચિન-જિગરની જોડીએ આ ગીતને રીક્રીએટ કર્યું છે. આ નવા વર્ઝનને લઈને દલેર મેહંદીએ કહ્યું કે ‘મારા માટે ગીત ‘ના ના ના ના ના રે’ને એટલા જ જોશ સાથે જોવું સંતુષ્ટિ આપે છે. આ ગીત મારા દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. હવે એ શાનદાર ગીતને ફરીથી રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીના માધ્યમથી જોવા માટે આતુર છું.’

daler mehndi rajkummar rao tripti dimri entertainment news bollywood buzz bollywood news bollywood