ધુરંધર : ધ રિવેન્જ રિલીઝના પહેલા દિવસે જ બની ગઈ પાકિસ્તાનમાં નંબર વન

17 May, 2026 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને પાડોશી દેશમાં ૨૪ કલાકમાં લગભગ ૨૦ કરોડ વખત જોવામાં આવી

ધુરંધર : ધ રિવેન્જ

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ OTT પર રિલીઝ થઈ ગઈ છે અને એને પાકિસ્તાનમાં જબરદસ્ત સફળતા મળી રહી છે. પાકિસ્તાની કન્ટેન્ટ ક્રીએટર માવિયા ઉમર ફારુકીએ દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં ફિલ્મ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયા બાદ પ્લૅટફૉર્મનું સર્વર ક્રૅશ થઈ ગયું છે. જોકે સર્વર ક્રૅશ થવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ‘ધુરંધર : ધ રિવેન્જ’ પાકિસ્તાનમાં ૧૫ મેએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. માવિયા ઉમર ફારુકીએ દાવો કર્યો હતો કે ‘‘ધુરંધર : ધ રિવેન્જ’ પાકિસ્તાનમાં નેટફ્લિક્સ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં પાકિસ્તાનમાં લગભગ ૨૦ કરોડ વખત ફિલ્મ જોવામાં આવી અને એ દેશની સૌથી મોટી ટ્રેન્ડિંગ ફિલ્મ બની ગઈ છે. પાકિસ્તાનમાં આ પહેલાં કોઈ ફિલ્મે રિલીઝના માત્ર ૨૪ કલાકમાં નંબર વનની પોઝિશન હાંસલ કરી નથી.’ માવિયા ઉમર ફારુકીએ સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને માહિતી આપી હતી કે ‘પાકિસ્તાનમાં લોકો રાત્રે ૧૨ વાગ્યાથી ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા અને રિલીઝ થતાં જ મોટી સંખ્યામાં લોકોએ એકસાથે ફિલ્મ જોવાનો પ્રયાસ કર્યો. આ ફિલ્મ પ્રૉપગૅન્ડા હોવાની ચર્ચા હોવા છતાં દર્શકો જાણવા માગતા હતા કે ફિલ્મ કેવી રીતે બનાવવામાં આવી છે.’

pakistan dhurandhar netflix bollywood buzz bollywood news bollywood gossips bollywood