08 February, 2024 05:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપપૂર , કૃતિ સેનોન
શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ના સેક્સ સીનને સેન્સર બોર્ડ દ્વારા ટૂંકું કરી નાખવામાં આવ્યું છે. આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં ઘણાં ઇન્ટિમેટ દૃશ્ય છે. આ દૃશ્ય પહેલાં ૩૬ સેકન્ડનું હતું, પરંતુ એને ૨૫ ટકા ટૂંકું કરીને ૨૭ સેકન્ડનું કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના બીજા પાર્ટમાં એક શબ્દ છે જે દારૂ છે એની જગ્યાએ હવે ડ્રિન્ક શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઍન્ટિ-સ્મોકિંગ વૉર્નિંગને હિન્દીમાં વાંચી શકાય એવા મોટા ફૉન્ટ અને સાફ ફૉન્ટમાં લખવા માટે કહેવામાં આવ્યું છે. આ ચેન્જ બાદ ફિલ્મને યુનિવર્સલ સર્ટિફિકેટ આપી પાસ કરવામાં આવી છે. આ ફિલ્મનો રન ટાઇમ બે કલાક ૨૩ મિનિટ અને પંદર સેકન્ડ છે. આ એક લવ સ્ટોરી છે, જેમાં શાહિદ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ રોબોટ એટલે કે ક્રિતીના પ્રેમમાં પડે છે. આ ફિલ્મને અમિત જોષી અને આરાધના શાહ દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. દિનેશ વિજન, જ્યોતી દેશપાંડે અને લક્ષ્મણ ઉટેકર દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને ડિમ્પલ કાપડિયાએ પણ કામ કર્યું છે.