પૈઠણી પહોંચી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં

20 May, 2026 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરાઠી ઍક્ટ્રેસ નિવેદિતા સરાફે ફ્રાન્સના આ વિખ્યાત ફિલ્મ-મહોત્સવમાં મહારાષ્ટ્રિયન અસ્મિતા રજૂ કરી

ઍક્ટ્રેસ નિવેદિતા સરાફ પોતાના પતિ અને દિગ્ગજ અભિનેતા અશોક સરાફ સાથે

જાણીતી મરાઠી ઍક્ટ્રેસ નિવેદિતા સરાફ પોતાના પતિ અને દિગ્ગજ અભિનેતા અશોક સરાફ સાથે આ ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. ૬૦ વર્ષની નિવેદિતાએ ફેસ્ટિવલ માટે ગ્રેસફુલ લુકની પસંદગી કરી હતી. આ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પહેરવા માટે નિવેદિતાએ સુંદર પરંપરાગત પૈઠણી સાડી પસંદ કરી હતી, જેમાં મહારાષ્ટ્રની સંસ્કૃતિને અત્યંત ભવ્ય અંદાજમાં રજૂ કરવામાં આવી હતી. આ સાડીમાં સૉફ્ટ પેસ્ટલ ટોન સાથે ફ્લોરલ મૉટિફ્સ હતા, જ્યારે એની રૉયલ બ્લુ બૉર્ડરે સમગ્ર લુકને શાહી સ્પર્શ આપ્યો હતો. નિવેદિતાએ આ સાડી સાથે મૅચિંગ પૈઠણી ક્લચ પણ કૅરી કર્યું હતું. નિવેદિતાએ મંગળસૂત્ર, નથ, લેયર્ડ નેકલેસ, બંગડીઓ, ઇઅરરિંગ્સ અને ગજરાથી સજાવેલો સુંદર બન જેવાં ક્લાસિક મહારા​ષ્ટ્રિયન આભૂષણો સાથે આ લુકને કમ્પ્લીટ કર્યો હતો. જોકે નિવેદિતાના લુકની સૌથી વધુ ધ્યાન ખેંચનાર બાબત તેના બ્લાઉઝની ડિઝાઇન હતી. બ્લાઉઝની પાછળની બાજુએ ‘મરાઠી’ લખાયેલું એક આકર્ષક આર્ટવર્ક બનાવવામાં આવ્યું હતું, જેણે આંતરરાષ્ટ્રીય મંચ પર મજબૂત સાંસ્કૃતિક સંદેશ આપ્યો હતો. આ ડિટેલિંગ સોશ્યલ મીડિયા પર તરત જ ચર્ચાનો વિષય બની ગયું અને ચાહકોએ કાન ફિલ્મ ફેસ્ટિવલ સુધી મરાઠી ગૌરવને આટલી ભવ્યતાથી પહોંચાડવા બદલ ખૂબ પ્રશંસા કરી હતી.

સ્ટ્રેપલેસ બ્લૅક મિની ડ્રેસ અને સ્મોકી આઇ મેકઅપ: આ લુકમાં જૅક​લિન ફર્નાન્ડિસે આપી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જૅક​લિન ફર્નાન્ડિસે ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી અને તેનો લુક સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં રહ્યો છે. આ ફેસ્ટિવલની ઇવેન્ટ માટે જૅકલિને સ્ટ્રૅપલેસ બ્લૅક મિની ડ્રેસ પહેર્યો હતો. પોતાના આ લુકને વધુ આકર્ષક બનાવવા માટે જૅકલિને સ્મોકી આઇ મેકઅપ કર્યો હતો અને ન્યુટ્રલ શેડની લિપસ્ટિક લગાવી હતી.

સેપરેશનની જાહેરાત પછી મૌની રૉયની કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ધમાકેદાર એન્ટ્રી

સેપરેશનની જાહેરાત પછી મૌની રૉય કાન ફિલ્મ ફેસ્ટિવલ જેવા પ્લૅટફૉર્મ પર કૉન્ફિડન્સ સાથે જોવા મળી છે. મૌનીએ આ ફેસ્ટિવલના પોતાના બે અલગ-અલગ લુકની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. મૌનીએ એક પ્રસંગે હાઇસ્લિટ ઑફ-શોલ્ડર ગાઉન પહેરવાનું પસંદ કર્યું હતું અને આ ગાઉન સાથે ફ્રાન્સની લક્ઝરી બ્રૅન્ડ ડીઓરની જ્વેલરી પહેરી હતી. આ સિવાય ફેસ્ટિવલમાં મૌનીનો બ્લૅક બૉડીકૉન મિની ડ્રેસવાળો લુક પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ડ્રેસનો સૌથી ખાસ ભાગ તેની ઍસિમેટ્રિકલ હૉલ્ટર નેકલાઇન હતી, જેમાં વાઇટ કૉલર ડિટેલિંગ આપવામાં આવી હતી. આ ડિટેલિંગે સમગ્ર મોનોક્રોમ લુકની સુંદરતામાં વધારો કર્યો હતો. મૌનીએ આ મિની ડ્રેસ સાથે બ્લૅક સ્ટૉકિંગ્સ પહેર્યાં હતાં જેના કારણે લુક વધારે એલિગન્ટ લાગતો હતો.

cannes film festival entertainment news bollywood bollywood news jacqueline fernandez mouni roy