કાન ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી ગયું વડાપાઉં

22 May, 2026 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Cannes 2026 Updates: મૌની રૉય મોંઘીદાટ ડાયમંડ જ્વેલરી પહેરીને રેડ કાર્પેટ પર હીરાની જેમ ચમકી; સ્ટ્રૅપલેસ ગાઉનમાં વિન્ટેજ લુક સાથે જોવા મળી જૅકલિન

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

સલમાન ખાનની ગર્લફ્રેન્ડ અને સિન્ગર-ઍક્ટ્રેસ યુલિયા વૅન્ટુરે તાજેતરમાં કાન ફિલ્મ ફેસ્ટિવલના એક ફૂડ-કાઉન્ટરનો વિડિયો શૅર કરીને જણાવ્યું કે મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટફૂડ વડાપાઉં હવે કાન સુધી પહોંચી ગયું છે. યુલિયાએ શૅર કરેલા વિડિયોમાં જણાવાયું હતું કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘વડા બ્રિઓશ બન’ના નામથી વડાપાઉંને પીરસવામાં આવી રહ્યું છે. આ વાનગી વિશે માહિતી આપવામાં આવી હતી કે મુંબઈના પ્રિય વડાપાઉંને બટરવાળા બ્રિઓશ બનમાં પિકલ્ડ અન્યન અને તળેલાં મરચાં સાથે પીરસવામાં આવે છે.

મૌની રૉય મોંઘીદાટ ડાયમંડ જ્વેલરી પહેરીને રેડ કાર્પેટ પર હીરાની જેમ ચમકી

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મૌની રૉય અલગ-અલગ લુકમાં જોવા મળી છે અને હવે તેનો નવો રેડ કાર્પેટ લુક સામે આવી ગયો છે. મૌની આ લુકમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લૅમરસ દેખાઈ રહી છે. રેડ કાર્પેટ પર મૌનીએ આઇવરી ઍબ્સ્ટ્રૅક્ટ વેબ-સ્ટાઇલ સ્ટ્રૅપલેસ ગાઉન પહેર્યું હતું. આ બૉડીકૉન ગાઉન સંપૂર્ણ રીતે કીમતી ક્રિસ્ટલ્સથી સજાવવામાં આવ્યું હતું. જોકે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર તેણે પહેરેલી મોંઘીદાટ ડાયમંડ જ્વેલરી બની હતી. મૌનીએ પોતાના આ ગ્લૅમરસ આઉટફિટને વધુ ખાસ બનાવવા માટે જાણીતી બ્રૅન્ડ ચોપાર્ડની સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરી હતી. તેણે ગાઉન સાથે મોંઘોદાટ ડાયમંડ નેકલેસ અને પ્રેશિયસ લેસ ડાયમંડ વૉચ પહેરી હતી જે તેના સમગ્ર લુક સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી હતી અને લુકને વધુ ભવ્ય બનાવતી હતી.

સ્ટ્રૅપલેસ ગાઉનમાં વિન્ટેજ લુક સાથે જોવા મળી જૅકલિન

ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જૅકલિન ફર્નાન્ડિસે ગ્લોબલ ગિફ્ટ ફાઉન્ડેશનની ગાલા નાઇટમાં ખાસ લુકમાં હાજરી આપી હતી. જૅકલિન આ ઇવેન્ટમાં કો-ચૅર તરીકે હાજર રહી હતી અને તેણે એમાં પહેરવા માટે કસ્ટમાઇઝ્ડ સ્ટ્રૅપલેસ ગાઉન પસંદ કર્યું હતું અને વિન્ટેજ લુકમાં જોવા મળી હતી. જૅકલિનનો આ લુક તેને અન્ય સેલિબ્રિટીઓ કરતાં અલગ પાડતો હતો. આ આઉટફિટનો સૌથી આકર્ષક ભાગ કમરના ભાગે આપવામાં આવેલી મોટી ફ્લોરલ ડિઝાઇન હતી જેને બોલ્ડ બ્લૅક બો ડિટેલિંગ સાથે જોડવામાં આવી હતી. આ આઉટફિટ સાથે જૅકલિને પર્લ અને ડાયમંડનો સ્ટેટમેન્ટ નેકલેસ તથા મૅચિંગ ઇઅરરિંગ્સ પહેર્યાં હતાં જે તેને ગ્લૅમરસ લુક આપતાં હતાં.

cannes film festival food and drink iulia vantur mouni roy jacqueline fernandez entertainment news bollywood bollywood news