બૉબી દેઓલે ફૅન્સ સાથે ઊજવી ૫૭મી વર્ષગાંઠ

28 January, 2026 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બૉબી દેઓલની ૫૭મી વર્ષગાંઠ હતી. આ જન્મદિવસ ઊજવવા માટે બૉબીના ઘરની બહાર મોટી સંખ્યામાં ફૅન્સ ભેગા થયા હતા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ગઈ કાલે બૉબી દેઓલની ૫૭મી વર્ષગાંઠ હતી. આ જન્મદિવસ ઊજવવા માટે બૉબીના ઘરની બહાર મોટી સંખ્યામાં ફૅન્સ ભેગા થયા હતા અને તેઓ તેને માટે ગિફ્ટ લઈને આવ્યા હતા. બૉબી તેના તમામ ફૅન્સને મળ્યો હતો, પર્સનલી ગિફ્ટ સ્વીકારી હતી અને તેમની સાથે પ્રેમથી તસવીરો પણ ક્લિક કરાવી હતી.

સની દેઓલની આગામી ફિલ્મમાં તેની સાથે જ્યોતિકાની જોડી

સની દેઓલની ‘બૉર્ડર 2’ રિલીઝ થઈ ગઈ છે ત્યારે હવે સનીની આગામી ફિલ્મના શૂટિંગની જાહેરાત થઈ ગઈ છે. આ ફિલ્મ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે બનશે. ફિલ્મમાં સની દેઓલ અને જ્યોતિકાની જોડી જોવા મળશે અને ફિલ્મનું કામચલાઉ નામ ‘ઍન્ટની’ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં ફિલ્મની ટીમે એક તસવીર શૅર કરી હતી જેમાં સની દેઓલ, જ્યોતિકા, ડિરેક્ટર બાલાજી ગણેશ અને રિતેશ સિધવાની નજરે પડે છે. બાલાજીના હાથમાં ક્લૅપબોર્ડ છે જેમાં ફિલ્મનું નામ ‘ઍન્ટની’ લખેલું છે. આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીથી શરૂ થવાની શક્યતા છે.

bobby deol bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news happy birthday