SRK અને કેટરીના કૈફ સહિત બી-ટાઉન સેલેબ્સે પાઠવી દિવાળીની શુભેચ્છાઓ

24 October, 2022 07:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શાહરૂખ ખાનથી લઈને અદનાન સામી સુધીના તમામ કલાકારો આમાંથી બાકાત રહ્યા ન હતા

ફાઇલ તસવીર

આજે દેશમાં દીપોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે બી-ટાઉન સુપરસ્ટાર્સ પણ તહેવારની ઉજવણી કરતા અને પાર્ટીમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. દિવાળીના શુભ અવસર પર બોલિવૂડના સ્ટાર્સે ફેન્સને શુભેચ્છાઓ પાઠવી હતી. શાહરૂખ ખાન (Shah Rukh Khan)થી લઈને અદનાન સામી (Adnan Sami) સુધીના તમામ કલાકારો આમાંથી બાકાત રહ્યા ન હતા.

SRKએ અનોખી રીતે દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. ભારતીય ક્રિકેટ ટીમની તાજેતરની અદ્ભુત જીતને લઈને, બાઝીગર સ્ટારે લખ્યું, “ક્રિકેટની શાનદાર રમત જોઈને ખૂબ આનંદ થયો. ભારતની જીત જોવી ખૂબ જ અદ્ભુત છે. વિરાટ કોહલીને બેટિંગ કરતા જોવો શાનદાર અનુભવ છે… સાથે જ તેને રડતા અને હસતાં જોવો ખૂબ જ પ્રેરણાદાયક… અને ચક દે ઈન્ડિયાનો બેકગ્રાઉન્ડ સ્કોર!! દિવાળી હમણાંથી શરૂ થાય છે!!!”

બીજી તરફ, અભિનેત્રી કેટરિના કૈફે (Katrina Kaif) એક પોસ્ટમાં ખૂબસૂરત સાડી ફ્લોન્ટ કરી હતી. તેણીએ "દિવાળીની રાતો" કેપ્શન સાથે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. પતિ વિકી કૌશલે હિન્દીમાં "સ્ટનર" કોમેન્ટ કરી હતી.

અભિનેતા મનોજ બાજપાયી (Manoj Bajpayee)એ લખ્યું કે “આ શુભ દિવસ તમારા બધા દુ:ખ દૂર કરે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દે. દરેકને દિવાળીની શુભેચ્છાઓ."

અદનાન સામી (Adnan Sami)એ તેના ટ્વિટર એકાઉન્ટ પર તમામ ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. તેણે એક સ્વીટ અને શોર્ટ મેસેજ સાથે એક વીડિયો પોસ્ટ કર્યો છે.

સોહા અલી ખાને (Soha Ali Khan) લખ્યું કે “પ્રકાશ અને હાસ્યને પ્રેમ કરો. તમને અને તમારા પ્રિયજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ #happydiwali.” તેણીએ તેના પતિ કુણાલ ખેમુ, કરીના કપૂર અને સૈફ અલી ખાન સાથે પારિવારિક તસવીર શેર કરી હતી.

entertainment news bollywood news katrina kaif adnan sami manoj bajpayee soha ali khan Shah Rukh Khan