રાકામાં દીપિકા પાદુકોણના ઇન્ટેન્સ ઍક્શન સીન બૉડી-ડબલ પાસે કરાવવાનો પ્લાન

29 April, 2026 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહત્ત્વની વાત એ છે કે પ્રેગ્નન્સીની જાહેરાત પછી દીપિકાના પાત્રમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે હજુ પણ ‘રાકા’માં લીડ રોલ કરશે.

દીપિકા પાદુકોણ સાથે ડિરેક્ટર ઍટલી

દીપિકા પાદુકોણ હવે અલ્લુ અર્જુન સાથે ડિરેક્ટર ઍટલીની ફિલ્મ ‘રાકા’માં જોવા મળશે. દીકરી દુઆ પાદુકોણ સિંહના જન્મ બાદ દીપિકાનો આ પહેલો મોટો પ્રોજેક્ટ છે. આ ફિલ્મના શૂટિંગના હજુ લગભગ ૫૦ દિવસ બાકી છે. જોકે લેટેસ્ટ રિપોર્ટ મુજબ દીપિકાની બીજી પ્રેગ્નન્સીને કારણે સુરક્ષાના હેતુથી ફિલ્મના મોટા ભાગના ઇન્ટેન્સ ઍક્શન સીન માટે બૉડી-ડબલનો ઉપયોગ કરવામાં આવશે. આ નવા આયોજન વિશે વાત કરતા ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘દીપિકાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળ્યા બાદ ઍટલી ખૂબ ખુશ થયો હતો. શૂટિંગ શેડ્યુલ અંગે ગભરાવાની જગ્યાએ તેણે પોતાની ટીમ સાથે બેઠક કરીને વૈકલ્પિક પ્લાન તૈયાર કર્યો. હવે દીપિકા સાથે જોડાયેલા મોટા ભાગના મહત્ત્વપૂર્ણ ઍક્શન સીન તેના બૉડી-ડબલ દ્વારા કરવામાં આવશે. દીપિકાએ પહેલેથી જ કેટલાક ક્લોઝ-અપ સીન શૂટ કરી લીધા છે અને ફાઇનલ પ્રિન્ટ માટે તેને વિઝ્યુઅલ ટેક્નિકની મદદથી મર્જ કરવામાં આવશે.’ મળતી માહિતી પ્રમાણે ‘રાકા’ના નિર્માતાઓ દીપિકા પાદુકોણ પાસે તમામ ઍક્શન સ્ટન્ટ્સ કરાવવા નથી માગતા કારણ કે ફિલ્મમાં તેનું પાત્ર ઍક્શનથી ભરપૂર છે. દીપિકાના ઍક્શન સીન બોડી-ડબલ દ્વારા કરવામાં આવશે જ્યારે દીપિકા ફિલ્મના ડ્રામેટિક ભાગોનું શૂટિંગ ચાલુ રાખશે. મહત્ત્વની વાત એ છે કે પ્રેગ્નન્સીની જાહેરાત પછી દીપિકાના પાત્રમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે હજુ પણ ‘રાકા’માં લીડ રોલ કરશે.

deepika padukone ranveer singh bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news south indian film atlee kumar