01 March, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાણકિયાની દીકરી નિયતિ સાથે કોણાર્ક લગ્ન કરશે
‘લગાન’, ‘સ્વદેસ’ અને ‘જોધા અકબર’ જેવી ફિલ્મો બનાવનાર આશુતોષ ગોવારીકરના મોટા દીકરા કોણાર્કનાં લગ્ન બીજી માર્ચે ધામધૂમથી થવાનાં છે. જાણવા મળ્યા પ્રમાણે મૂળ મુંબઈના અગ્રણી બિલ્ડર રસેશ કાણકિયાની દીકરી નિયતિ સાથે કોણાર્ક લગ્ન કરશે. આ ભવ્ય લગ્નમાં ફિલ્મ અને કૉર્પોરેટ જગતની સેલિબ્રિટીઝ, મિત્રો અને પરિવારજનો કપલને આશીર્વાદ આપવા આવશે.
ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરનાં લગ્ન સુનીતા સાથે થયાં હતાં અને આશુતોષ-સુનીતાને બે પુત્રો છે કોણાર્ક અને વિશ્વંગ. આશુતોષના મોટા પુત્ર કોણાર્કે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી ૨૦૧૨માં બૉસ્ટનની કૉલેજમાંથી ફિલ્મ-ડિરેક્શન અને સિનેમૅટોગ્રાફીમાં સ્નાતકની પદવી મેળવી છે.
૨૦૧૩માં કોણાર્કે આશુતોષ ગોવારીકર પ્રોડક્શન્સમાં કો-ડિરેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. એ સિવાય કોણાર્કે અમુક આયુર્વેદિક બ્રૅન્ડ્સ માટે ઑનલાઇન ઍડ્સનું પણ નિર્દેશન કર્યું છે.