આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપવા આવેલા જૅકી શ્રોફે ખખડાવી નાખ્યો ફોટોગ્રાફરને

14 April, 2026 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅકી શ્રોફ કારમાં બહાર નીકળતો હતો ત્યારે ફોટોગ્રાફરે તેને આશા ભોસલેના નિધન વિશે પ્રશ્ન પૂછ્યો હતો

જૅકી શ્રોફ

જૅકી શ્રોફે ગઈ કાલે આશા ભોસલેને તેમના લોઅર પરેલના કાસા ગ્રાન્ડ ખાતે આવેલા નિવાસસ્થાન ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પછી જ્યારે જૅકી શ્રોફ કારમાં બહાર નીકળતો હતો ત્યારે ફોટોગ્રાફરે તેને આશા ભોસલેના નિધન વિશે પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નથી તે નારાજ થઈ ગયો અને તેણે કડક પ્રતિક્રિયા આપી હતી. આ ઘટનાના વિડિયોમાં તે મરાઠીમાં કહેતો સંભળાય છે કે ‘કોઈની મા જાય તો કેવું લાગે? શું પૂછો છો તમે? આપણી મા (આશા) ગઈ છે, હવે પૂછવાનો શું અર્થ છે? આ સમય આવા પ્રશ્નો માટે નથી.’ 

asha bhosle celebrity death jackie shroff lower parel entertainment news bollywood bollywood news