આશા ભોસલેનું છેલ્લું ગીત બન્યું બ્રિટિશ બૅન્ડ સાથે ગાયેલું ગીત

13 April, 2026 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધ શૅડો લાઇટ’ નામના આ ટ્રૅકને તેમની શાનદાર સંગીતસફરનો છેલ્લો અધ્યાય ગણવામાં આવે છે

બ્રિટિશ આલબમના પોસ્ટરમાં આશા ભોસલે લીલા રંગની સાડીમાં ઊભાં છે

આશા ભોસલેનો અવાજ માત્ર બૉલીવુડ કે ભારતીય ગીતો સુધી સીમિત નહોતો, તેમનું સન્માન ઇન્ટરનૅશનલ મ્યુઝિક વર્લ્ડમાં પણ એટલું જ હતું. હજી ગયા મહિને એટલે કે ૨૦૨૬ના માર્ચ મહિનામાં જાણીતા બ્રિટિશ વર્ચ્યુઅલ બૅન્ડ ‘ગોરિલાઝ’ના નવમા આલબમ ‘ધ માઉન્ટન’માં પણ આશાતાઈએ ગીત ગાયું હતું. ‘ધ શૅડો લાઇટ’ નામના આ ટ્રૅકને તેમની શાનદાર સંગીતસફરનો છેલ્લો અધ્યાય ગણવામાં આવે છે. એમાં તેમણે બ્રિટિશ આર્ટિસ્ટ ગ્રફ રાઇસ અને સરોદ ઉસ્તાદ અમાન અલી બંગશ સાથે કામ કર્યું હતું.

‘ગોરિલાઝ’ બૅન્ડ બનાવનારા ડેમન અલબર્ન મૂળ ૭૦મા દાયકાના બૉલીવુડ સંગીત અને આર. ડી. બર્મનના બહુ મોટા ફૅન છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં આશા ભોસલેના અવાજને અદ્ભુત અને એક્સપરિમેન્ટલ ગણાવ્યો હતો. એ જ કારણે તેમણે પોતાનું આ નવું આલબમ ભારતમાં રેકૉર્ડ કર્યું હતું. આ આલબમમાં આશાતાઈ સાથે અનુષ્કાર શંકરે પણ કામ કર્યું છે. 

asha bhosle celebrity death entertainment news bollywood bollywood news