20 June, 2024 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ કપૂર
‘બિગ બૉસ OTT 3’ને અનિલ કપૂર હોસ્ટ કરવાનો છે. આ રિયલિટી શો ૨૧ જૂનથી જિયો સિનેમા પર રાતે ૯ વાગ્યે શરૂ થવાનો છે. અગાઉની બે સીઝનને કરણ જોહર અને સલમાન ખાને હોસ્ટ કરી હતી. આ શોને હોસ્ટ કરવાની સાથે અનિલ કપૂરે ખાતરી આપી છે કે એમાં ઘણાંબધાં પરિવર્તન જોવા મળવાનાં છે. ‘વેલકમ 3’ અને ‘નો એન્ટ્રી 2’માં અનિલ કપૂર જોવા નહીં મળે. એ વિશે અનિલ કપૂર કહે છે, ‘રિતેશ દેશમુખ મરાઠીમાં ‘બિગ બૉસ’ કરી રહ્યો છે. તે મારો સારો ફ્રેન્ડ છે. મારા નાના ભાઈ સમાન છે. સલમાન ખાન પણ મારો નાના ભાઈ જેવો છે. અમે બધા એકબીજાના શુભચિંતક છીએ. ક્યારેક હું તેમને રિપ્લેસ કરું તો ક્યારેક તે મને રિપ્લેસ કરે. જોકે મારું એવું માનવું છે કે રિપ્લેસ શબ્દ ખોટો છે. દરેકની પાસે કામ છે. ક્યારેક સમયનો અભાવ અને તારીખ ન મળવાને કારણે કામ નથી કરી શકતા. તાજેતરમાં જ મને બે ફિલ્મોમાં રિપ્લેસ કરવામાં આવ્યો છે. એનું કારણ શું છે એની તો મને ખબર નથી, પરંતુ આવું થાય છે. અમે અમારું કામ પ્રામાણિકતાથી કરીએ છીએ. આ જ લાઇફ છે.’