midday

જવાનને પછાડીને આગળ નીકળી ગઈ કલ્કિ 2898 AD

05 July, 2024 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાત દિવસમાં પ્રભાસની ફિલ્મે ભારતમાં કર્યો ૩૯૨.૪૫ કરોડનો બિઝનેસસાત દિવસમાં પ્રભાસની ફિલ્મે ભારતમાં કર્યો ૩૯૨.૪૫ કરોડનો બિઝનેસ
કલ્કિ 2898 AD

કલ્કિ 2898 AD

અમિતાભ બચ્ચનની ૨૭ જૂને રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ બૉક્સ-ઑફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે. સાત દિવસમાં આ ફિલ્મે ભારતમાં ૩૯૨.૪૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આવી રીતે પ્રભાસની આ ફિલ્મે શાહરુખ ખાનની ‘જવાન’ના સાત દિવસના કલેક્શનને પાછળ મૂકી દીધું છે. ‘જવાન’એ સાત દિવસમાં ભારતમાં ૩૬૮.૨૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘કલ્કિ 2898 AD’ જે પ્રકારે બિઝનેસ કરી રહી છે એને જોતાં લાગે છે કે એના કલેક્શનમાં સતત વધારો થતો રહેવાનો છે. સાત દિવસના તમામ ભાષાના કલેક્શન પર નજર નાખીએ તો હિન્દીમાં ૧૫૨.૩ કરોડ રૂપિયા, તેલુગુમાં ૨૦૨.૦૫ કરોડ, તામિલમાં ૨૨.૧ કરોડ રૂપિયા, મલયાલમમાં ૧૩.૪ કરોડ રૂપિયા અને કન્નડમાં ૨.૬ કરોડ રૂપિયાની સાથે કુલ મળીને સાત દિવસમાં ૩૯૨.૪૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

કલ્કિ 2898 AD પર ભડક્યા મુકેશ ખન્ના

અમિતાભ બચ્ચનની ‘કલ્કિ 2898 AD’ જોઈને મહાભારતમાં ભીષ્મ પિતામહનો રોલ કરનાર મુકેશ ખન્ના વીફર્યા છે. તેમણે ચેતવણી આપી છે કે ફિલ્મોમાં ધર્મ સાથે ચેડાં કરવાનું બંધ કરો. ફિલ્મમેકર્સ પોતાની મરજીથી પૌરાણિક કથા પર આધારિત ફિલ્મોમાં બદલાવ કરે છે. ‘કલ્કિ 2898 AD’માં અમિતાભ બચ્ચન અશ્વત્થામાના રોલમાં દેખાઈ રહ્યા છે. ફિલ્મના તેમના સીનની નિંદા કરતાં મુકેશ ખન્ના કહે છે, ‘આ ફિલ્મમાં એક વસ્તુ હતી જે મને ખટકી હતી કે ફિલ્મમાં પૌરાણિક કથાને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં દેખાડવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણ આવે છે અને અશ્વત્થામાના કપાળ પરથી મણિ એમ કહીને લઈ લે છે કે તેઓ ભવિષ્યમાં મને બચાવશે. જોકે ભગવાન કૃષ્ણએ આવું કદી નથી કહ્યું. હું મેકર્સને પૂછવા માગું છું કે તમે તમારી મરજીથી ઉમેરો કઈ રીતે કરી શકો છો. અશ્વત્થામાના કપાળ પરથી મણિ અર્જુન અને ભીમ લે છે અને તેમની વાઇફ દ્રૌપદીને આપે છે. તમે અમારા ધર્મ સાથે ચેડાં કરો છો. સાઉથની ફિલ્મો કેમ સફળ થાય છે, કારણ કે તેઓ અમારા ધર્મ સાથે ગરબડ નથી કરતા. આ બધું બંધ થવું જોઈએ. હું સરકારને વિનંતી કરું છું કે એક એવી સમિતિ બનાવવામાં આવે જે રામાયણ, ગીતા કાં તો પછી અન્ય પૌરાણિક કથાઓ પર બનાવવામાં આવતી ફિલ્મોના વિષયો અને એની સ્ક્રિપ્ટ પર નજર રાખે.’

amitabh bachchan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news prabhas