31 May, 2026 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
શુક્રવારે રાજસ્થાન રૉયલ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ક્વૉલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઈ હતી. આ મૅચમાં ૧૫ વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શન છતાં રાજસ્થાન રૉયલ્સની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ મૅચ બાદ વૈભવ ભાવુક થઈ ગયો હતો, પણ અમિતાભ બચ્ચને પોતાના શબ્દોથી તેનું મનોબળ વધાર્યું હતું. શુક્રવારની IPL મૅચ બાદ અમિતાભે સોશ્યલ મીડિયા પર વૈભવ સૂર્યવંશીના સમર્થનમાં પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું, ‘સૂર્યવંશી - ૧૫ વર્ષની ઉંમરનો અદ્ભુત સૂર્ય. આ ઉંમરે તો અમે ગોટી કે ગિલ્લી દંડા પણ બરાબર રમી શકતા નહોતા.’ મૅચમાં શાનદાર ઇનિંગ્સ છતાં વૈભવની ટીમ IPLની ફાઇનલમાં ન પહોંચી શકી એટલે વૈભવ બહુ ઇમોશનલ થઈ ગયો હતો. આ સમયે અનેક ચાહકોએ વૈભવની ભાવુક ક્ષણોની વિડિયો-ક્લિપ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને તેને પ્રોત્સાહન આપતા સંદેશ પણ લખ્યા હતા.