08 January, 2026 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી લાંબા સમયથી રિલેશનશિપમાં છે. શ્રદ્ધાના ફૅન્સ હવે તેમનાં લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આખરે શ્રદ્ધાએ એક ફૅનને જવાબ આપતાં પોતાનાં લગ્નના આયોજન વિશે ચર્ચા કરી છે જે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. શ્રદ્ધાએ આ અંગેની ચુપ્પી તોડી છે અને લગ્ન વિશે ખુલ્લેઆમ વાત કરી છે. સોશ્યલ મીડિયા પર હાલમાં આ જવાબ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
હાલમાં શ્રદ્ધાએ પોતાની જ્વેલરી બ્રૅન્ડનો એક પ્રમોશનલ વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે શરારતી અંદાજમાં કહે છે કે વૅલેન્ટાઇન્સ ડેની આ સીઝનમાં એકલતા ટાળવા માટે લોકો તેમનું ગિફ્ટ-બોક્સ ખરીદી શકે છે. આ વિડિયોની કમેન્ટ્સમાં ઘણા લોકોએ શ્રદ્ધાને તેનાં લગ્ન અંગે પ્રશ્નો કર્યા હતા. આ દરમ્યાન એક યુઝરે લખ્યું, ‘શ્રદ્ધાજી, તમે લગ્ન ક્યારે કરશો?’ આ કમેન્ટ પર શ્રદ્ધાએ સીધો અને સ્પષ્ટ જવાબ આપ્યો અને લખ્યું, ‘હું કરીશ, વિવાહ કરીશ.’
શ્રદ્ધાના આ જવાબ પછી હવે ચર્ચા છે કે તે નજીકના ભવિષ્યમાં લગ્ન કરી શકે છે.