18 May, 2023 03:31 PM IST | Seoul | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટે હાલમાં જ કોરિયાના સોલમાં યોજાયેલી ગુચીની ઇવેન્ટમાં હાજરી આપી હતી. આલિયા ગુચીને દુનિયાભરમાં રેપ્રિઝેન્ટ કરે છે. તે ગુચી ક્રૂઝ ૨૦૨૪ ફૅશન શો માટે સોલ ગઈ હતી. ત્યાં તે શૉર્ટ બ્લૅક ડ્રેસમાં જોવા મળી હતી. જોકે તેની બૅગ આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેની બૅગ ટ્રાન્સપરન્ટ હતી અને એમાં કંઈ પણ નહોતું જોવા મળી રહ્યું. વોગ ઇન્ડિયા દ્વારા તેના આ ફોટોને પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેના ફોટોને લઈને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ કહી રહ્યા છે કે બૅગ ખાલી હોય તો પછી સાથે લઈ જવાનું શું કામ. એક યુઝરે એમ કહ્યું હતું કે આથી સાબિત થઈ ગયું કે સેલિબ્રિટીઝની બૅગ હંમેશાં ખાલી હોય છે. અન્ય એક યુઝરે કહ્યું હતું કે શું તે વૉટર બૉટલ સાથે લઈને ગઈ છે?