હાજી અલી દરગાહ પહોંચ્યા અક્ષય કુમાર, કર્યું અધધધ આટલા કરોડનું દાન

08 August, 2024 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાજી અલી દરગાહના વહીવટી અધિકારીએ કહ્યું કે, અક્ષયે જવાબદારી લીધી છે કે તે તેના કામના એક ભાગ માટે 1 કરોડ 21 લાખ રૂપિયાનું દાન આપી રહ્યો છે

હાજી અલી દરગાહ ખાતે અક્ષય કુમાર

અક્ષય કુમાર ભલે બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક હોય, પરંતુ તે ઘણું દાન પણ કરે છે. તે માત્ર જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે એટલું જ નહીં પરંતુ દેશમાં આપત્તિ આવે ત્યારે પણ મદદ કરે છે. હાલમાં જ અક્ષય મુંબઈની હાજી અલી દરગાહ પહોંચ્યો હતો જ્યાં તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આટલું જ નહીં તેમણે આ સમયગાળા દરમિયાન દરગાહના રિનોવેશનના કામ માટે કરોડો રૂપિયા આપ્યા છે.

1 કરોડ 21 લાખનું દાન આપ્યું

હાજી અલી દરગાહના વહીવટી અધિકારીએ કહ્યું કે, "અક્ષયે જવાબદારી લીધી છે કે તે તેના કામના એક ભાગ માટે 1 કરોડ 21 લાખ રૂપિયાનું દાન આપી રહ્યો છે. અમે તેમના દિવંગત માતાપિતાની આત્મા માટે પ્રાર્થના કરીએ છીએ જેમને આવા સારા બાળકો હતા. તે આપણા દેશની ખૂબ કાળજી રાખે છે."

અગાઉ લંગર કર્યું

તમને જણાવી દઈએ કે, આ પહેલા અક્ષય મુંબઈની સડકો પર લંગર કરતો જોવા મળ્યો હતો. તે રસ્તા પર હાજર લોકોને ભોજન આપતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે માસ્ક વડે પોતાનો ચહેરો છુપાવ્યો હતો. અક્ષયના ઉમદા કામ માટે ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.

વ્યાવસાયિક જીવન

અક્ષયની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો હવે તે ખેલ ખેલ ફિલ્મમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર, તાપસી પન્નુ, એમી વિર્ક અને ફરદીન ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 15મી ઓગસ્ટે રિલીઝ થશે. અક્ષયની આ વર્ષની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેની ફિલ્મો બડે મિયાં છોટે મિયાં અને સરફિરા રિલીઝ થઈ હતી જેને બહુ રિસ્પોન્સ મળ્યો નહોતો.

અક્ષય કુમાર સંબંધિત અન્ય સમાચાર 

અક્ષય કુમારે વાઇફથી ફોનનો પાસવર્ડ છુપાવીને રાખ્યો છે

અક્ષયકુમારે તેના ફોનનો પાસવર્ડ ઘરમાં કોઈને નથી આપ્યો એટલું જ નહીં, તેણે તો વાઇફ ટ્‍વિન્કલ ખન્નાને પણ પાસવર્ડ નથી આપ્યો. સાથે જ અક્ષયકુમાર પોતાના બિઝનેસ અને ફાઇનૅન્સની માહિતી કોઈની સાથે શૅર નથી કરતો. અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નું ટ્રેલર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે કેટલાક ફ્રેન્ડ્સ એકઠા થાય છે અને છોકરીઓ તેમને એક ગેમ રમવા કહે છે. સાથે જ તમામ છોકરાઓને તેમનો ફોન અનલૉક કરવા કહે છે જેથી તેમના ફોનમાં શું છે એ જાણી શકાય. આ જ બાબતને ધ્યાનમાં રાખીને તેને પૂછવામાં આવ્યું હતું કે શું તારી વાઇફ ટ્‍વિન્કલ ખન્ના તારો ફોન ચેક કરે છે? તો અક્ષયકુમાર કહે છે, ‘મારા પરિવારમાં મારા ફોનનો પાસવર્ડ કોઈને નથી ખબર. એથી ફોન ખૂલશે જ નહીં.’

akshay kumar haji ali dargah bollywood bollywood news bollywood buzz entertainment news