અક્ષયને લોઅર પરેલની પ્રૉપર્ટી ડીલમાં થયો ૬૫ ટકાનો ફાયદો

23 April, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વન લોઢા પ્લેસ ખાતે ૪.૮૫ કરોડમાં ખરીદેલી ઑફિસ-સ્પેસ આઠ કરોડ રૂપિયામાં વેચી નાખી. ન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR)ની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે ૨૦૨૫ના એપ્રિલ મહિનામાં આ પ્રૉપર્ટીની ડીલનું રજિસ્ટ્રેશન થયું છે.

વન લોઢા પ્લેસ

અક્ષયકુમારે લોઅર પરેલના વન લોઢા પ્લેસ ખાતે આવેલી પોતાની ઑફિસ-સ્પેસ આઠ કરોડ રૂપિયામાં વેચી નાખી છે. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR)ની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે ૨૦૨૫ના એપ્રિલ મહિનામાં આ પ્રૉપર્ટીની ડીલનું રજિસ્ટ્રેશન થયું છે. આ ઑફિસનો એરિયા ૧૦૬.૫૬ વર્ગ મીટર જેટલો છે અને એમાં બે કાર પાર્કિંગ-સ્પેસનો પણ સમાવેશ થાય છે. આ ટ્રાન્ઝૅક્શન દરમ્યાન ૪૮ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી તેમ જ ૩૦,૦૦૦ રૂપિયા જેટલો રજિસ્ટ્રેશન-ચાર્જ ચૂકવવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે અક્ષયે ૨૦૨૦ના ડિસેમ્બર મહિનામાં ૪.૮૫ કરોડ રૂપિયામાં આ પ્રૉપર્ટી ખરીદી હતી અને હવે આઠ કરોડ રૂપિયામાં વેચી છે. આમ અક્ષયને આ ડીલમાં ૬૫ ટકા જેટલો ફાયદો થયો છે. અક્ષય સિવાય અભિષેક બચ્ચન, શાહિદ કપૂર અને મનોજ બાજપાઈ જેવા સ્ટાર્સ પણ લોઅર પરેલ વિસ્તારમાં પ્રૉપર્ટી ધરાવે છે.

akshay kumar lower parel bollywood buzz bollywood news bollywood entertainment news