સવારના સાત વાગ્યાથી સાંજ સુધી ચાલી અક્ષય કુમારની ધમાલ બર્થ-ડે પાર્ટી

11 September, 2025 07:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય કુમારની ૯ સપ્ટેમ્બરે ૫૮મી વર્ષગાંઠ હતી. તેણે પોતાનો જન્મદિવસ ખૂબ જ અનોખા અંદાજમાં પોતાના ફૅન્સ સાથે ઊજવ્યો

અક્ષય કુમારની ૯ સપ્ટેમ્બરે ૫૮મી વર્ષગાંઠ હતી

અક્ષય કુમારની ૯ સપ્ટેમ્બરે ૫૮મી વર્ષગાંઠ હતી. તેણે પોતાનો જન્મદિવસ ખૂબ જ અનોખા અંદાજમાં પોતાના ફૅન્સ સાથે ઊજવ્યો. તેના જન્મદિવસના ઘણા ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. હવે અક્ષય સાથેની એક રસપ્રદ તસવીર શૅર કરતાં પત્ની ટ્વિન્કલે બર્થ-ડે સેલિબ્રેશન વિશે વાત કરતાં કહ્યું કે ‘જન્મદિવસની ઉજવણી સવારે ૭ વાગ્યે શરૂ થઈ અને સાંજે કાર્ડ્સ અને કૅરીઓકે સાથે પૂરી થઈ. બર્થ-ડે બૉય હંમેશાં જીતવા માટે જાણીતો છે. મને આશ્ચર્ય થાય છે, પરંતુ કદાચ એટલા માટે કે જો તેના હાથમાં જોકરનું કાર્ડ ન હોય તો તેની સાથે કોઈ ખાસ જોકર જરૂર હોય છે.’ 

અક્ષયે આ વખતે પોતાના જન્મદિવસની ઉજવણી ફોટોગ્રાફર્સ અને ફૅન્સ સાથે પણ કરી હતી. તેણે એક ફૅન ફેસ્ટની ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ દરમ્યાન ચાહકોએ તેને પોતાના તરફથી ગિફ્ટ્સ પણ આપી. આ પ્રસંગે ટ્વિન્કલ ખન્ના પણ અક્ષય સાથે હાજર હતી. અક્ષયે ત્યાં પહોંચેલા તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો.

akshay kumar happy birthday bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news