Video : અક્ષય કુમારને મળવા બેરિકેડ કૂદીને પહોંચ્યો ફેન, પછી થઈ જોવા જેવી

20 February, 2023 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી આવવાની છે. ફિલ્મના પ્રમોશન માટે તે પુણે પહોંચ્યો હતો. તેની એક ઝલક જોવા માટે સેંકડો ફેન્સની ભીડ એકઠી થઈ. આ દરમિયાન એક ફેન એકાએક તેની પાસે પહોંચવાનો પ્રયત્ન કરે છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ સેલ્ફી આવવાની છે. ફિલ્મના પ્રમોશન માટે તે પુણે પહોંચ્યો હતો. તેની એક ઝલક જોવા માટે સેંકડો ફેન્સની ભીડ એકઠી થઈ. આ દરમિયાન એક ફેન એકાએક તેની પાસે પહોંચવાનો પ્રયત્ન કરે છે.

અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ `સેલ્ફી` ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. આ પહેલા ફિલ્મના એક્ટર્સ ખૂબ જ પ્રમોશન કરી રહ્યા છે. આ સિલસિલે અક્ષય પુણે પહોંચ્યો હતો જ્યાં તેણે `સેલ્ફી`નું પ્રમોશન કર્યું. તેની એક ઝલક જોવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ. અક્ષય પોતાના અનેક ફેન્સને પણ મળ્યો હતો અને આ દરમિયાન એક ફેને એક એવી હરકત કરી જેને કારણે સિક્યોરિટી ગાર્ડને પહેલા તો ત્યાંથી તેને ખસેડવો પડ્યો. પછી અક્ષય પોતાના ફેનને ભેટી પડે છે.

સિક્યોરિટી ગાર્ડે ફેનને ખસેડ્યો
ફિલ્મ પ્રમોશન દરમિયાન અક્ષયે બ્લેક ટીશર્ટ અને મેચિંગ જીન્સ પહેરી છે. એક બેરિકેડની બીજી તરફ તેના સેંકડો ફેન્સ ઊભા હતા બધા તેને ચીયર કરી રહ્યા હતા. અક્ષય એક -એક કરીને કેટલાક સાથે હાથ મિલાવતો આગળ વધે છે. તે પોતાના ચાહકોને મળતો હોય છે ત્યારે જ એક ફેન બેરિકેડ કૂદીને વધારે ઝડપથી આગળ વધે છે. ત્યારે ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ તેને ધક્કો મારીને દૂર ખસેડે છે જેથી તે નીચે પડી જાય છે. જ્યારે અક્ષય આ જુએ છે તો તે ફેનની નજીક પહોંચે છે અને તેને ભેટી પડે છે.

અક્ષયે પુણેથી શૅર કર્યો હતો વીડિયો
વીડિયો પર યૂઝર્સે ફેનને બેવકૂફ ગણાવ્યો. તો અક્ષયના આ જેસ્ચરના વખાણ કર્યા. ગઈ કાલે અક્ષયે પુણેથી પ્રમોશનનો વીડિયો શૅર કર્યો હતો. આની સાથે જ તેમણે લખ્યું, "તમારો ઘણો બધો પ્રેમ, અમારા ફેન્સ જે અમારી માટે હંમેશાં બેસ્ટ લે છે. આ કમાલની સાંજ માટે પુણેનો આભાર."

આ પણ વાંચો : છોટે ​​મિયાં પર ફિદા થયો અક્ષય

ક્યારે રિલીઝ થશે ફિલ્મ
`સેલ્ફી`ની વાત કરીએ તો આ ફિલ્મ આવતા શુક્રવારે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય, ઈમરાન સિવાય નુસરત ભરુચા અને ડાયના પેન્ટી પણ છે. આ મલયાલમ ફિલ્મ `ડ્રાઈવિંગ લાઈસેન્સ`ની હિન્દી રીમેક છે. ફિલ્મનું નિર્દેશન રાજ મેહતાએ કર્યું છે જેણે આ પહેલા અક્ષય કુમાર સાથે `ગુડ ન્યૂઝ` કરી હતી.

bollywood news bollywood bollywood gossips akshay kumar entertainment news emraan hashmi