04 January, 2024 06:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષયકુમાર
અક્ષયકુમાર અને અર્શદ વારસી મે મહિનામાં તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા છે. તેઓ હવે ‘જૉલી એલએલબી 3’માં જોવા મળવાના છે. આ ફિલ્મ સિરીઝના પહેલા પાર્ટમાં અર્શદ વારસી જોવા મળ્યો હતો. બીજા પાર્ટમાં અક્ષયકુમાર જોવા મળ્યો હતો. જોકે હવે આ ફિલ્મ સિરીઝની ત્રીજી ફિલ્મમાં બન્ને સામસામે જોવા મળશે એવી ચર્ચા ઘણા સમયથી હતી. તેમણે ‘બચ્ચન પાન્ડે’માં કામ કર્યું હતું અને ફરી સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને ડિરેક્ટ કરનાર સુભાષ કપૂરે સ્ટોરીનો આઇડિયા ફાઇનલ પણ કરી નાખ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ મે મહિનામાં શરૂ થશે અને એને ૨૦૨૫માં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. પહેલા બન્ને પાર્ટમાં બન્ને જૉલીને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા અને હવે આ બન્ને સામસામે થશે એની લોકો રાહ જોઈ રહ્યા છે. જોકે આ પહેલાં તેઓ ‘વેલકમ ટુ ધ જંગલ’માં પણ સાથે જોવા મળશે.