10 November, 2026 09:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનીત પડ્ડા અને અહાન પાંડે
‘સૈયારા’ની સ્ટાર જોડી અહાન પાંડે અને અનીત પડ્ડા તેમની વચ્ચેના ખાસ બૉન્ડિંગને કારણે ચર્ચામાં છે. તેમણે જાહેરમાં ક્યારેય પોતાની રિલેશનશિપનો ખુલાસો નથી કર્યો, પણ તેમનું વર્તન જોતાં લાગે છે કે તેઓ રિલેશનશિપમાં છે. અનીતે થોડા દિવસ પહેલાં અહાન અને તેના પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો અને હવે દિવાળીની ઉજવણી પણ તેણે પાંડે પરિવાર સાથે જ કરી હતી. અહાન પાંડેની મમ્મી ડીએન પાંડેએ સોશ્યલ મીડિયા પર દિવાળીની ઉજવણીની કેટલીક ઝલક શૅર કરી છે, જેમાં અનીત પણ જોવા મળી રહી છે. એક તસવીરમાં તેણે માથા પર દુપટ્ટો પણ ઓઢ્યો છે.
અનીત અવારનવાર અહાનના પરિવાર સાથે જોવા મળે છે. અનીત થોડા દિવસ પહેલાં અહાનની બહેન અલાના પાંડેના બેબી શાવરમાં પણ સામેલ થઈ હતી. આ પ્રસંગે પણ પાંડે પરિવારના સભ્યો સાથે તેનું ખાસ બૉન્ડિંગ જોવા મળ્યું હતું.