27 June, 2022 05:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
અદનાન સામી હંમેશા તેની સિંગિંગ સ્ટાઇલ અને તેના વજનને લઈને ચર્ચામાં રહે છે. અદનાનના એવા ઘણા ગીતો છે, જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. તેના ગીતો આજે પણ લોકોના હોઠે છે. જોકે, હાલમાં માત્ર અદનાનનો અવાજ જ નહીં, પરંતુ તેનું અદભૂત ટ્રાન્સફોર્મેશન પણ સોશિયલ મીડિયા પર છવાયું છે. હા, એક સમય એવો હતો જ્યારે અદનાનનું વજન 220 કિલોની આસપાસ હતું. હવે આદનને એક તસવીર શેર કરી છે, જેમાં તેમના સિક્સ પેક્સ દેખાઈ રહ્યા છે. લોકો અદનાનના 6 પેક એબ્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહી છે.
અદનાન સામીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરો જોઈને ચાહકોને પોતાની આંખો પર વિશ્વાસ થઈ રહ્યો નથી કે અદનાન આટલો ફિટ કેવી રીતે થઈ ગયો. હાલમાં જ અદનાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૂલનો ફોટો શેર કર્યો છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે અદનાન એકદમ ફિટ અને હેન્ડસમ લાગી રહ્યો છે. તે પોતાના પરિવાર સાથે વેકેશન પર ગયો છે.
આ તસવીરો જોઈને ફેન્સ પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યા ન હતા. એક પ્રશંસકે કમેન્ટ કરતાં કહ્યું કે “તમે આ કેવી રીતે કર્યું ભાઈ, ખૂબ જ શાનદાર.” તો એક ચાહકે કહ્યું કે “તમે ઇંસ્પિરેશન છો.”