નેટફ્લિક્સ પર ૭૪ દેશોમાં નંબર વન બની અક્યુઝ્ડ

14 March, 2026 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં નેટફ્લિક્સ પર ગ્લોબલ ટૉપ ટેન યાદીમાં ‘અક્યુઝ્ડ’ નામની ફિલ્મની ચર્ચા છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કોંકણા સેન શર્મા અને પ્રતિભા રાંટા જોવા મળે છે. રિલીઝ થયા પછી ફિલ્મે અનેક રેકૉર્ડ પણ તોડી નાખ્યા છે.

નેટફ્લિક્સ પર ૭૪ દેશોમાં નંબર વન બની અક્યુઝ્ડ

હાલમાં નેટફ્લિક્સ પર ગ્લોબલ ટૉપ ટેન યાદીમાં ‘અક્યુઝ્ડ’ નામની ફિલ્મની ચર્ચા છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કોંકણા સેન શર્મા અને પ્રતિભા રાંટા જોવા મળે છે. રિલીઝ થયા પછી ફિલ્મે અનેક રેકૉર્ડ પણ તોડી નાખ્યા છે. આ સાઇકોલૉજિકલ થ્રિલર ડ્રામા ફિલ્મેૈ નેટફ્લિક્સની ગ્લોબલ ટૉપ ટેન નૉન-ઇંગ્લિશ ફિલ્મોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ સાથે આ ફિલ્મ ૭૪ દેશોમાં ટૉપ સ્થાન મેળવતી પહેલી ભારતીય ફિલ્મ બની છે. ફિલ્મની વાર્તા મીરા અને ગિતિકા નામના લેસ્બિયન કપલની આસપાસ ફરે છે. બન્ને ડૉક્ટર છે, પરંતુ ગિતિકા (કોંકણા સેન શર્મા) પર એક દરદી સાથે યૌન ઉત્પીડનનો આરોપ લાગી જાય છે. ફિલ્મની વાર્તામાં અનેક ટ્‌વિસ્ટ અને ટર્ન્સ હોવાથી દર્શકોનો સતત રસ જળવાઈ રહે છે.

netflix bollywood bollywood news bollywood gossips entertainment news bollywood buzz