લગ્નમાં ગયેલા શાહરુખ ખાન પાસે દુલ્હને કર્યો બોલો ઝુબાં કેસરી બોલવાનો દુરાગ્રહ

05 December, 2025 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રિસેપ્શનના અન્ય વિડિયોમાં શાહરુખે ફિલ્મ ‘જવાન’ના ગીત પર ડાન્સ કર્યો અને દુલ્હનને પણ ડાન્સ કરવા આમંત્રણ આપ્યું હતું.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

હાલમાં શાહરુખ ખાને દિલ્હીમાં એક લગ્નસમારંભમાં હાજરી આપી હતી. આ લગ્નમાં સ્ટેજ પર દુલ્હને શાહરુખને વિમલ પાનમસાલાનો પૉપ્યુલર ડાયલૉગ ‘બોલો ઝુબાં કેસરી’ બોલવાની વારંવાર ડિમાન્ડ કરી હતી. આ સમયે પહેલાં તો શાહરુખને આંચકો લાગ્યો, પણ પછી તેણે પરિસ્થિતિને બહુ સમજદારીથી હૅન્ડલ કરી. આ સંજોગોમાં શાહરુખે હસતાં-હસતાં કહ્યું, ‘એક વાર બિઝનેસમૅન સાથે બિઝનેસ કરી લો, જાન નથી છોડતા, ગુટકાવાળા પણ ગજબ છે યાર.’

શાહરુખ ખાને હળવાશથી ના પાડી હોવા છતાં દુલ્હને તેની પાસે આ ડાયલૉગ બોલાવવાની જીદ પકડી ત્યારે શાહરુખે મજાકમાં તેનો હાથ પકડીને કહ્યું, ‘હું જ્યારે આ બોલું છું ત્યારે પૈસા લઉં છું ડાર્લિંગ, પપ્પાને કહી દેજે. હવે સારી વાત કરીએ, હું અહીં શું ‘ઝુબાં કેસરી’ કરું?’ મળતી માહિતી પ્રમાણે આ લગ્નમાં વરપક્ષ વિમલ પાનમસાલાની કંપની સાથે કનેક્શન ધરાવતો હતો.

આ વાઇરલ ક્લિપમાં શાહરુખની હાજરજવાબીથી ફૅન્સ ખૂબ પ્રભાવિત થયા. આ રિસેપ્શનના અન્ય વિડિયોમાં શાહરુખે ફિલ્મ ‘જવાન’ના ગીત પર ડાન્સ કર્યો અને દુલ્હનને પણ ડાન્સ કરવા આમંત્રણ આપ્યું હતું.

Shah Rukh Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news