midday

‘લવ સેક્સ ઔર ધોખા 2’માં પણ હવે ‘બિગ બૉસ’?

03 March, 2024 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૧૯ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે
એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા 2’ રિયલિટી શો ‘બિગ બૉસ’ પરથી પ્રેરિત હોય એવી ચર્ચા ચાલી રહી છે. આ શો લોકોનો ફેવરિટ છે. ‘લવ સેક્સ ઔર ધોખા’ ૨૦૧૦માં રિલીઝ થઈ હતી. એની આ સીક્વલ છે. આ ફિલ્મ ૧૯ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી એને લઈને લોકોમાં એક્સાઇટમેન્ટ હતું. ફિલ્મમાં યુટ્યુબર કૅરી મિનાટી લીડ રોલમાં દેખાશે. એવી શક્યતા છે કે ‘બિગ બૉસ 16’ની કન્ટેસ્ટન્ટ નિમ્રત કૌર અહલુવાલિયા પણ આ ફિલ્મમાં જોવા મળી શકે છે. ફિલ્મમાં અન્ય કયા કલાકારો હશે એ જાણવા નથી મળ્યું. ફિલ્મની સ્ટોરી આધુનિક લવ-સ્ટોરી પર પ્રકાશ પાડશે. ફિલ્મને દિબાકર બૅનરજીએ ડિરેક્ટ કરી છે, જેણે અગાઉ ‘ખોસલા કા ઘોસલા’ અને ‘ઓયે લકી! લકી ઓયે’ ડિરેક્ટ કરી હતી. 

Whatsapp-channel
ekta kapoor love sex aur dhokha upcoming movie Bigg Boss entertainment news bollywood bollywood news