જાણો, માણો ને મોજ કરો

06 July, 2023 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાળતુ પ્રાણીઓના મેડિકલ ચેક-અપથી લઈને તેમને મનગમતી વાનગીઓ ખાવાની મજા અહીં મળશે.

ડૉગી વેલનેસ પાર્ટી

ડૉગી વેલનેસ પાર્ટી

ડૉગી બાઝાર અને યોડા સંસ્થા સાથે મળીને તમારા પેટ્સ માટે એક મજાની પાર્ટી યોજી છે. એમાં તમારા પેટ્સ મન ભરીને રમી શકશે અને તેમની હેલ્થ, ન્યુટ્રિશન અને ગ્રૂમિંગની તમામ ફેસિલિટી વન રૂફ હેઠળ મેળવી શકશે. પાળતુ પ્રાણીઓના મેડિકલ ચેક-અપથી લઈને તેમને મનગમતી વાનગીઓ ખાવાની મજા અહીં મળશે. અમુક કામ માટે ડૉગીને ટ્રેઇન કરવા શું કરવું એનું માર્ગદર્શન પણ અહીં મળશે. 
ક્યારે? : ૯ જુલાઈ
સમયઃ ૧૨થી ૩
ક્યાં? : સ્મોકી ઍન્ડ ચાર્લી, રૉયલ પામ્સ એસ્ટેટ, આરે કૉલોની, ગોરેગામ-ઈસ્ટ
કિંમતઃ એન્ટ્રી ફ્રી 
રજિસ્ટ્રેશનઃ allevents.in

સારસગઢ મૉન્સૂન ટ્રેક 

વરસાદી મોસમમાં વીકએન્ડ દરમ્યાન મહારાષ્ટ્રના ફોર્ટ વિસ્તારોમાં ટ્રેકિંગ કરવાની મજા જ કંઈક ઓર છે. પુણેરી પઘડી જેવો શેપ હોવાથી પગડિચા કિલા તરીકે ઓળખાતા પાલી વિલેજ નજીક આવેલા સારસગઢ ફોર્ટનું ટ્રેકિંગ આ મોસમમાં ચૂકવા જેવું નથી. 
ક્યારે? : ૮ અને ૯ જુલાઈ 
સમયઃ ૮મીએ રાતે ૧૧.૦૦
મીટિંગ પૉઇન્ટઃ નૅશનલ પાર્ક, બોરીવલી-ઈસ્ટ
કિંમતઃ ૧૨૯૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ insider.in

સુખવિન્દર સિંહ લાઇવ 

‘છૈયા છૈયા...’, ‘રમતા જોગી...’ ‘ચક દે...’, જેવાં રોમૅન્ટિકથી લઈને પાવરફુલ પર્ફોર્મન્સવાળાં ગીતો દ્વારા બૉલીવુડમાં ધૂમ મચાવનારા સિંગર સુખવિન્દર સિંહને લાઇવ સાંભળવાનો મોકો આપ્યો છે સિદ્ધાર્થ એન્ટરટેઇનર્સ દ્વારા યોજાયેલી કૉન્સર્ટે.  ગ્રૅમી અવૉર્ડ અને અૅકેડમી અવૉર્ડ ફૉર ઓરિજિનલ સૉન્ગ જીતનારા સ્લમડૉગ મિલ્યનેરના ‘જય હો...’ સૉન્ગ ઓરિજિનલ સિંગરના મોંએ સાંભળવા મળશે. 
ક્યારે? : ૭ જુલાઈ
સમયઃ ૭ વાગ્યાથી
ક્યાં? : ષણ્મુખાનંદ હૉલ
કિંમતઃ ૭૫૦ રૂપિયાથી 
રજિસ્ટ્રેશનઃ bookmyshow

બિસ્કિટ અને ટાર્ટની કૅન્ડલ બનાવવી છે?

રિયલ ખાવાની આઇટમ જેવી જ દેખાતી કૅન્ડલ મેકિંગ આર્ટ આજકાલ બહુ ચર્ચામાં છે ત્યારે બરબોન બિસ્કિટ, ફ્રૂટ ટાર્ટ અને ફ્રૂટ લૂપ્સ જેવી હૂબહૂ કૅન્ડલ બનાવવાની વર્કશૉપ યોજાઈ છે જેમાં તમને એ માટે જરૂરી રૉ-મટીરિયલની કિટ પણ આપવામાં આવશે. એકદમ રિયલ વાનગી જેવી જ દેખાતી મીણબત્તી બનાવવા માટે વૅક્સનું ટેક્સ્ચર, કલર કૉમ્બિનેશન અને મોલ્ડ્સની પૂરી સમજણ આપવામાં આવશે. 
ક્યારે? : ૯ જુલાઈ
સમયઃ ૪ વાગ્યાથી
ક્યાં? : ગૂગલ મીટ પર
કિંમતઃ ૧૨૦૦ રૂપિયા (કિટ સાથે)
રજિસ્ટ્રેશનઃ @houseofdrip._

લિટલ યોગી આર્ટ કાર્નિવલ 

૩થી ૧૦ વર્ષના બાળકોને મજા પડે એવી આઠ પ્રકારની આર્ટ ઍન્ડ ક્રાફ્ટની વર્કશૉપ બે દિવસમાં શીખવવામાં આવશે. વારલી કુલ્હડ, ફિન્ગર પપેટ, ફ્રિજ મૅગ્નેટ, ટોટે બૅગ પેઇન્ટિંગ, પૉમ પૉમ ફોટોફ્રેમ, પેબલ પેટ, ટેરાકૉટા પ્લેટ પેઇન્ટિંગ અને બૉટલ પેઇન્ટિંગ જેવી કળાઓ શીખવવામાં આવશે. 
ક્યારે? : ૭ અને ૮ જુલાઈ
સમયઃ ૧૨થી ૬
ક્યાં? : યોગીસત્વ કૅફે, સાંતાક્રુઝ
કિંમતઃ ૨૭૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ allevents.in

સમર બીચ ફિંગર પેઇન્ટિંગ 

બાળકોને આંગળીથી રંગો સાથે રમવા દો તો એ રિલૅક્સિંગ અનુભવ ક્રીએટિવિટી પણ ખીલવે છે. ઍક્રિલિક પેઇન્ટ્સ વાપરીને આંગળીથી બીચ પર કોઈ ફરતું હોય એવું દૃશ્ય ક્રીએટ કરતાં શીખવતી વર્કશૉપ છે. કોઈ અનુભવ ન હોય તો પણ મજા આવશે. 
ક્યારે? : ૮ જુલાઈ
સમયઃ ૧૧થી ૧.૩૦
ક્યાં? : થર્ડ વેવ કૉફી, ઘાટકોપર
કિંમતઃ ૧૬૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશનઃ allevent.in

columnists whats on mumbai mumbai weather mumbai travel mumbai guide guide mumbai