16 March, 2026 09:11 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૧૫૫.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૩૪૬.૪૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩૧૯૯.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૩૫૪.૯૮ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૪,૫૬૩.૯૨ બંધ રહ્યો. ઉપરમાં ૭૫,૧૧૦ ઉપર ૭૫,૫૭૬, ૭૬,૦૩૦, ૭૬,૯૫૦, ૭૭,૭૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૭,૪૫૪ નીચે ૭૪,૧૮૦, ૭૩,૭૨૦ સુધીની શક્યતા. બજાર હાઇલી ઓવરસોલ્ડ ગણાય. નવું વેચનારે સાવચેત રહેવું હિતાવહ.મોટા ભાગે મંગળવારે વેચાણકાપણીના ભારે ઉછાળા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય (હવે આપણે ધારીએ કે એક અમુક સપોર્ટ લેવલથી માર્કેટ વધ્યું હોય અથવા તો થોડા સમય સુધી ભાવો સાઇડવેઝમાં રહ્યા બાદ વધવાની શરૂઆત થઈ હોય એવાં સમયે ધ લૉનગ્સ કે જેમણે સપોર્ટ લેવલ પાસે ખરીદી કરી હતી એ ખુશીમાં આવી જાય છે અને વધારે ખરીદી ન કરવા માટે પસ્તાય છે. અગર જો ભાવો પાછા સપોર્ટ લેવલ પાસે આવે તો જ એ લોકો વધારે ખરીદી કરી શકે છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૩૮૬.૯૯ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
હિટાચી એનર્જી (૨૪,૧૬૫.૦૦) : ૨૬,૩૨૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૪૧૦ ઉપર ૨૫,૧૭૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૧૦૦ નીચે ૨૩,૭૭૦, ૨૩,૧૩૩, ૨૨,૪૯૫ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
મારુતિ સુઝુકી (૧૨૫૯૧.૦૦): ૧૫,૪૫૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨,૭૪૫, ૧૩,૧૪૫, ૧૩,૪૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૨,૪૮૩ નીચે ૧૨,૩૦૦, ૧૧,૮૭૭, ૧૧,૪૫૩, ૧૧,૦૩૧, ૧૦,૬૦૯ સુધીની શક્યતા.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૩,૯૨૨.૮૦): ૬૧,૬૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪,૪૦૦ ઉપર ૫૫,૦૨૫ ,૫૫,૯૨૫, ૫૬,૩૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૩,૮૪૧ નીચે ૫૩,૭૮૦, ૫૩,૨૮૫, ૫૨,૭૯૦ સુધીની શક્યતા.
નિફ્ટી ફ્યુચર (૨૩,૧૯૯.૩૦) : ૨૬,૩૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૪૧૦ ઉપર ૨૩,૫૭૦, ૨૩,૬૧૦, ૨૪,૦૩૦, ૨૪,૧૮૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩,૧૫૫ નીચે ૨૩,૦૨૦, ૨૨,૮૭૦, ૨૨,૭૮૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે જેમાં હેડ ઍન્ડ શોલ્ડર પૅટર્ન જોઈ શકાય છે.
અંબુજા સિમેન્ટ (૪૨૫.૩૫) : ૬૨૪.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૫૨ ઉપર ૪૬૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૨૪ નીચે ૪૦૩, ૩૭૯, ૩૫૪, ૩૩૦, ૩૦૭ સુધીની શક્યતા. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે જેમાં હેડ ઍન્ડ શોલ્ડર પૅટર્ન જોઈ શકાય છે.
અંબર એન્ટરપ્રાઇઝિસ (૬૪૪૬.૦૦) : ૮૧૪૨.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૭૭૧ ઉપર ૬૯૪૩, ૭૧૬૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૪૨૬, ૬૨૫૭, ૬૦૮૬ સુધીની શક્યતા.
શૅરની સાથે શેર : સ્વર્ગની વાતો વડે અંજાઈને, આયખું સંકેલવા જેવું નથી. - પારસ પટેલ