02 November, 2026 12:38 PM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૪૪૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૨૨.૩૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૦૯૮.૯૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૩૩૫.૭૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૪,૪૫૯.૫૩ બંધ રહ્યો. ઉપરમાં ૭૩,૫૬૭ ઉપર ૭૪,૮૫૦, ૭૫,૧૮૫ મહત્ત્વની સપાટી ગણાય. ૭૫,૧૮૫ ઉપર ૭૫,૨૨૦, ૭૫,૭૧૦, ૭૬,૨૦૦, ૭૬ ૬૯૦, ૭૭ ૧૮૦, ૭૭ ૬૭૦, ૭૮ ૧૬૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૩,૫૬૭ નીચે ૭૨,૮૭૭ ક્લોઝિંગ સપોર્ટ ગણાય. ૭૨,૮૭૭ નીચે ૭૨,૪૫૨, ૭૧,૨૯૨ તૂટે તો ૬૯,૩૩૦, ૬૭,૭૫૦ સુધીની શક્યતા જોવા મળશે. ક્રૂડ ઑઇલના ભાવો પર નજર રાખવી. જો એમાં કડાકો બોલાય અને યુદ્ધ મોરચે શાંતિ સ્થપાય તો બજારમાં સારો સુધારો પણ આવી શકે, કારણ કે બજારમાં મંદીની પોઝિશન વધારે છે.
વર્તમાન સુધારો પ્રત્યાઘાતી સ્વરૂપનો ગણાય જે ધારણા પ્રમાણેનો ન પણ હોય. ટ્રેન્ડ પણ મિક્સ છે. ઘણા શૅરોમાં માસિક ચાર્ટ પર નબળાઈ જોવા મળે છે માટે તરત જ ફરી જવું. વધ-ઘટ પણ મોટી અને ખોટી હોય છે. બાકી તો શૅરબજાર એટલે વહાલા તારી અકળ ગતિ, પતંગિયાના પેટમાં બત્તી.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૨,૨૭૬ અને ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૮૫૬.૫૪ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
એમ્બેસી ડેવલપમેન્ટ (૪૯.૮૮)ઃ ૭૬ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૨.૨3 ઉપર ૫૫, ૫૭, ૬૦, ૬૫ મહત્ત્વની સપાટી ગણાય. ૭૬ ઉપર સારી તેજી જોવા મળી શકે. નીચામાં ૪૮.૬૦, ૪૭.૬૮, ૪૬.૩૦ સપોર્ટ ગણાય. ચાર્ટ મુજબ નીચામાં ૪૭.૬૮ સુધી આવી ગયો. ૩ મંગળવારે પરિણામો જાહેર થનાર છે.
BSE (૩૫૧૦.૪૦) ઃ ૩૦૦૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૫૩૮ ઉપર ૩૫૮૨, ૩૬૨૭, ૩૬૭૨, ૩૭૧૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૪૯૩ નીચે ૩૪૪૮, ૩૪૦૩ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૪,૮૨૩.૪૦)ઃ ૫૬,૧૮૬ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૦૯૦ ઉપર ૫૬,૧૮૬ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૫૩,૮૧૦ નીચે ૫૨,૫૯૦, ૫૧,૩૭૦, ૫૦,૫૦૦ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૨૩,૦૯૮.૯૦): ૨૨,૨૬૮.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૧૮૨, ૨૩,૩૮૨ મહત્ત્વની સપાટી ગણાય. ૨૩,૩૮૨ ઉપર ૨૩,૫૧૦, ૨૩,૬૭૫, ૨૩,૮૩૦, ૨૩,૯૮૦, ૨૪,૦૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૨,૮૫૦ નીચે ૨૨,૫૬૬ નીચે ક્લોઝિંગ સપોર્ટ ગણાય તેમ જ ૨૨,૪૩૫, ૨૨,૨૬૮ તૂટે તો ૨૧,૮૬૦, ૨૧,૭૬૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
HCL ટેકનો (૧૪૨૮.૧૦): ૧૧૬૨.૩૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૬૮ કુદાવે તો ૧૪૯૩, ૧૫૩૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૪૦૬ નીચે ૧૩૮૦, ૧૩૬૪ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
માઝગાવ ડૉક (૧૭૦૫.૩૦): ૨૮૦૪.૬૬ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૦૪ ઉપર ૧૮૬૪ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૮૭ નીચે ૧૫૯૬, ૧૫૦૭, ૧૪૧૮ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર: બધા અહીં થોડું-થોડું ટૂટિયું વાળી સૂએ છે, બધાને થોડી-થોડી ગોદડી ટૂંકી પડે છે. - ખલીલ ધનતેજવી