12 April, 2023 05:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જર્મન લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે ભારતમાં ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમ્યાન ૪૬૯૭ યુનિટ્સનું રેકૉર્ડ વેચાણ નોંધાવ્યું હતું, જે એક વર્ષ અગાઉના સમયગાળાની તુલનાએ ૧૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એના સૌથી ઊંચા મૉડલનાં વાહનોની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ છે અને એમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.
મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા, જેણે ગયા વર્ષે સમાન ક્વૉર્ટરમાં ૪૦૨૨ યુનિટ્સનું વેચાણ કર્યું હતું, એણે ટૉપ એન્ડના વેચાણને વેગ આપવા માટે એની વ્યૂહરચનાના ભાગરૂપે ૩.૩ કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી)ની કિંમત સાથે એનું હાઇબ્રીડ AMG GT 63 SE પર્ફોર્મન્સ મૉડલ લૉન્ચ કર્યું હતું.
ગયા સમગ્ર નાણાકીય વર્ષમાં કંપનીએ એનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ ૧૬,૪૯૭ યુનિટ કર્યું હતું જે ૨૦૨૧-’૨૨માં ૧૨,૦૭૧ યુનિટનું હતું, જેમાં વાર્ષિક ધોરણે ૩૭ ટકાનો વધારો થયો છે.