પાંચ દિવસમાં બજારના ૨૧૮૬ પૉઇન્ટ, રોકાણકારોના ૧૩.૫૩ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા

10 January, 2026 09:11 AM IST  |  Mumbai | Anil Patel

જામનગરની નર્મદેશ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ શૅરદીઠ ૫૧૫ના વિક્રમી ભાવથી સોમવારે SME IPO લાવશે : સાગર સિમેન્ટ દ્વારા આંધ્ર સિમેન્ટમાં ૮.૪ ટકા હોલ્ડિંગ વેચાયું, આંધ્ર સિમેન્ટ વધ્યો, સાગર સિમેન્ટ્સ નરમ : અમદાવાદી એ-વન લિમિટેડ સતત છઠ્ઠા દિવસે મંદીની સર્કિટમાં બંધ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ટ્રમ્પના નવા ઉત્પાતમાં ઘરઆંગણે શૅરબજાર સતત પાંચમા દિવસે ડૂલ થયું છે. આ પાંચ દિવસમાં સેન્સેક્સ ૨૧૮૬ પૉઇન્ટ બગડ્યો છે જેમાં રોકાણકારોના ૧૩.૫૩ લાખ કરોડ રૂપિયા હોમાયા છે. શુક્રવારે બજાર આગલા બંધથી ૧૫૯ પૉઇન્ટના ઘટાડે ૮૪,૦૨૨ ખૂલી છેવટે ૬૦૫ પૉઇન્ટ ખરડાઈને ૮૩,૫૭૬ તથા નિફ્ટી નીચામાં ૨૫,૬૨૩ બતાવી ૧૯૩ પૉઇન્ટના ઘટાડે ૨૫,૬૮૩ બંધ થયો છે. નરમ ખૂલ્યા બાદ શૅરઆંક તરત ઊછળી ઉપરમાં ૮૫,૪૦૬ વટાવી ગયો હતો, પરંતુ આ ઊભરો ટક્યો નહોતો. માર્કેટ લપસણીની ચાલમાં ત્યાંથી ૧૦૦૪ પૉઇન્ટ બગડી નીચામાં ૮૩,૪૦૨ થયું હતું.

મુડદાલ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૭૪૭ શૅર સામે ૨૩૯૫ કાઉન્ટર ઘટ્યાં છે. બજારનું માર્કેટકૅપ વધુ ૫.૫૩ લાખ કરોડ ધોવાઈ ૪૬૭.૭૨ લાખ કરોડે આવી ગયું છે. ઑઇલ ગૅસ, એનર્જી, પીએસયુ બૅન્ક નિફ્ટી, નિફ્ટી ITના નહીંવત્થી સાધારણ સુધારાને બાદ કરતાં તમામ સેક્ટોરલ માઇનસ હતાં. સેન્સેક્સ નિફ્ટીના પોણા ટકા જેવા ઘટાડા સામે બ્રૉડરમાર્કેટ અને મિડકૅપ એક ટકા નજીક તો સ્મૉલકૅપ ઇન્ડેક્સ પોણાબે ટકા ડૂલ થયો છે. રિયલ્ટી બેન્ચમાર્ક સવાબે ટકા, પાવર ઇન્ડેક્સ અને યુટિલિટીઝ ઇન્ડેક્સ પોણાબે ટકા, ટેલિકૉમ દોઢ ટકા નજીક તો ઑટો ઇન્ડેક્સ સવા ટકો ધોવાયો છે. FMCG, હેલ્થકૅર, ફાઇનૅન્સ, કૅપિટલ ગુડ્સ, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી એક ટકાની આસપાસ સાફ થયા હતા. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૨૧૮૬ પૉઇન્ટ કે ૨.૬ ટકા નિફ્ટી ૬૪૫ પૉઇન્ટ કે અઢી ટકા કપાયો છે, પરંતુ ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૫.૭ ટકા, પાવર ઇન્ડેક્સ સાડાપાંચ ટકા, યુટિલિટીઝ ૫.૩ ટકા, એનર્જી બેન્ચમાર્ક સાડાપાંચ ટકા, કૅપિટલ ગુડ્સ ૩.૪ ટકા ધોવાયો છે.

એશિયન પેઇન્ટ્સ ૧.૪ ટકા વધી ૨૮૨૪ના બંધમાં બન્ને મેઇન બેન્ચમાર્કમાં બેસ્ટ ગેઇનર હતી. ICICI બૅન્ક સવા બે ટકા તૂટી ૧૪૦૩ના બંધમાં બજારને ૧૯૨ પૉઇન્ટ તો HDFC પોણા ટકાની વધુ નબળાઈમાં ૯૩૯ નીચે બંધ આપી ૧૦૨ પૉઇન્ટ નડી છે. સોમવારે જેમનાં રિઝલ્ટ છે એ IT જાયન્ટ TCS પરચૂરણ સુધારામાં ૩૨૦૮ અને HCL ટેક્નો ૦.૯ ટકા વધીને ૧૬૬૨ હતી. ઇન્ફી નામ પૂરતી પ્લસ થઈ છે. વિપ્રો નજીવી નરમ તો ટેક મહિન્દ્ર નહીંવત્ સુધારામાં હતી. ONGC ૧.૧ ટકા અને ભારત ઇલે. પોણા ટકા નજીક વધી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ પોણાત્રણ ટકા ગગડી ૨૧૫૪ નજીકના બંધમાં નિફ્ટી ખાતે તો NTPC ૨.૩ ટકા ઘટી સેન્સેક્સમાં ટૉપ લૂઝ બની છે. અદાણી પોર્ટ્સ બે ટકા બગડી છે. અદાણીના બધા શૅર ગઈ કાલે ડાઉન હતા. ૨૦૨૬ના વર્ષમાં ટેલિકૉમ ટૅરિફ ૪-૬ મહિનામાં ૧૫ ટકા વધવાની તથા ભારતી ઍરટેલ સર્વાધિક લાભમાં રહેવાના વિશ્લેષકોના વરતાર વચ્ચે શૅર બે ટકા નજીક કપાઈ ૨૦૨૭ થયો છે. અન્યમાં સનફાર્મા દોઢેક ટકા, ઇ​ન્ડિગો સવા ટકો, ઍ​​ક્સિસ બૅન્ક ૧.૨ ટકા, ટાઇટન ૧.૧ ટકા, ITC ૧.૧ ટકા, જિયો ફાઇનૅન્સ ૨.૨ ટકા, તાતા કન્ઝ્યુમર અને શ્રીરામ ફાઇનૅન્સ પોણાબે ટકા, અપોલો હૉસ્પિટલ્સ દોઢ ટકો ડાઉન થઈ છે.

એમટાર ટેક્નો ૨૧ ગણા કામકાજે ૨૭૪૦ની વર્ષની ટોચે જઈને પોણાસાત ટકા કે ૧૬૮ રૂપિયાના ઉછાળે ૨૬૮૮ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. આગલા દિવસે લથડેલી ગોકળદાસ એક્સપોર્ટ્સ ૪ ટકાના બાઉન્સ બૅકમાં ૬૫૧ વટાવી ગઈ છે. ખરાબ પરિણામની અસરમાં એલિકૉન એ​ન્જિનિયરિંગ પોણાસોળ ટકા તૂટીને ૪૨૩ના બંધમાં અહીં ટૉપ લૂઝર હતી. મનપ્પુરમ ફાઇનૅન્સ પોણાઆઠ ટકા, થંગમયિલ જ્વેલરી સવાસાત ટકા કે ૨૮૫ રૂપિયા તથા ફોર્સ મોટર્સ પોણાસાત ટકા કે ૧૩૬૭ રૂપિયા ગગડી છે. 

શ્રી અધિકારી બ્રધર્સ ૧૯૪૪ની નવી ટૉપ બનાવી દોઢ ટકો નરમ

મુંબઈના નરીમાન પૉઇન્ટની ઉત્તર ઇન્વેસ્ટમેન્ટ એક શૅરદીઠ ૪ના બોનસમાં મંગળવારે એક્સ બોનસ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૧૧૭ થઈ અઢી ટકા ઘટી ૩૦૪૫ રહ્યા છે. ફેસવૅલ્યુ એકની છે. SKM એગ પ્રોડક્ટ્સ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ અડધો ટકો ઘટીને ૩૪૪ થઈ છે. વિરમ સુવર્ણ શૅરદીઠ ૮ના ભાવથી બે શૅરદીઠ એક રાઇટમાં એક્સ રાઇટ થઈ છે. ભાવ બે ટકા ઘટી ૮.૨૨ હતો. અમદાવાદી એ-વન લિમિટેડ સળંગ છ દિવસની પાંચ ટકાની નીચલી સર્કિટ માર્યા પછી ગઈ કાલે પાંચ ટકા તૂટીને ૩૯ બંધ આવી છે. ફેસવૅલ્યુ એકની છે. શ્રી અધિકારી બ્રધર્સ ૧૦ના શૅરનું એક રૂપિયામાં વિભાજન કરવાનો નિર્ણય લીધા પછી સળંગ બે ઉપલી સર્કિટમાં ભાવ ૧૮૫૮ નજીક લગભગ ૧૩ મહિનાની નવી ટોચે ગયા પછી ગઈ કાલે શૅર ૧૯૪૪ની નવી ટૉપ બતાવી દોઢ ટકો ઘટી ૧૮૩૦ રહ્યો છે.

સાગર સિમેન્ટ્સ તરફથી એની ૯૦ ટકા માલિકીની સબસિડિયરી આંધ્રસિમેન્ટ્સમાં ૮.૪ ટકા હિસ્સો કે આશરે ૭૫ લાખ શૅરનું શૅરદીઠ ૭૨ના ભાવની ફ્લોર પ્રાઇસથી ઑફર ફોર સેલ મારફત વેચાણ કરવાની જાહેરાત કરાઈ છે. એમાં ગઈ કાલે સાગર સિમેન્ટ્સ ઉપર ૨૧૦ થઈ સવાબે ટકા ઘટીને ૨૦૨ તથા આંધ્ર સિમેન્ટ્સ ૪.૨ ટકાની તેજીમાં ૭૨ બંધ થયો છે. બજાજ ફિનસર્વ અને જર્મન મ​લ્ટિનૅશનલ ઍલિઆન્ઝ વચ્ચે ૨૪ વર્ષની ભાગીદારીનો અંત આવ્યો છે. બજાજ ગ્રુપ દ્વારા બજાર જનરલ ઇન્શ્યૉરન્સ તેમ જ બજાજ લાઇફ ઇન્શ્યૉરન્સમાં ઍલિયાન્ઝનો ૨૩-૨૩ ટકાનો હિસ્સો અનુક્રમે ૧૨,૧૦૦ કરોડ તથા ૯૨૦૦ કરોડ એમ કુલ મળીને ૨૧,૩૯૦ કરોડમાં ખરીદી લેવાયો છે. આ ડીલ પછી બન્ને કંપનીમાં બજાજ ફિનસર્વના ૭૫ ટકા સહિત બજાજ ગ્રુપનો કુલ હિસ્સો ૯૭ ટકા થઈ જશે. બાકીનો ૩-૩ ટકાનો હિસ્સો ઍલિયાન્ઝ પાસે રહે છે, જુલાઈમાં એને પણ બાયબૅક કરવાની યોજના છે. ગઈ કાલે બજાજ ફિનસર્વ ઉપરમાં ૨૦૧૪ થઈને પોણો ટકો ઘટીને ૧૯૯૨ બંધ થઈ છે. એની ૫૪.૬ ટકા માલિકીની સબસિડિયરી બજાજ ફાઇનૅન્સ સવા ટકાની નરમાઈમાં ૯૬૦ હતી. 

ભારત કોકિંગ કોલનો ઇશ્યુ પ્રથમ દિવસે જ આઠ ગણો છલકાયો

સોમવારે બે SME ભરણાં છે. જામનગરની નર્મદેશ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૫૧૫ રૂપિયાના ઐતિહાસિક ઊંચા ભાવથી ૪૪૮૭ લાખ રૂપિયાનો BSE SME IPO કરવાની છે. એમાંથી ૯ કરોડ OFS પેટે પ્રમોટર્સના ઘરમાં જશે. કંપની વિવિધ પ્રકારની બ્રાસ પ્રોડક્ટ્સ બનાવે છે. ગયા વર્ષે ૧૧ ટકા વધારામાં ૮૮ કરોડ આવક ઉપર ૧૯.૪ ટકા ઘટાડામાં ૫૭૨ લાખ નફો કર્યો છે. ચાલુ વર્ષે છ મહિનામાં આવક ૩૪૨૧ લાખ અને નફો ૪૦૧ લાખ થયો છે. દેવું હાલ ૧૯૨૧ લાખ છે. ઇશ્યુમાં ૧૪૫૦ લાખ દેવું ચૂકવવામાં અને ૧૦૨૦ લાખ વર્કિંગ કૅપિટલમાં વાપરશે. મજાની વાત એ છે કે કંપનીની પ્રમોટર્સ સ્પ્રેકિંગ લિમિટેડ અને એનો માલિક દુધગરા પરિવાર છે. આ સ્પ્રેકિંગ લિમિટેડ અગાઉ નર્મદેશ બ્રાસ જેવો જ બિઝનેસ કરતી સ્પ્રેકિંગ ઍગ્રો ઇક્વિપમેન્ટના નામે સપ્ટેમ્બર ૨૦૧૬ના આરંભે ૧૦ના શૅરદીઠ ૨૧ના ભાવથી આશરે બે કરોડ રૂપિયાનો BSE SME ઇશ્યુ લાવી હતી. એનો મુખ્ય હેતુ ૧૫૫ લાખની લોન ચૂકવવાનો હતો. હાલ એના શૅરનો ભાવ ૧૮૪ પૈસા ચાલે છે. ફેસવૅલ્યુ એકની છે. કંપનીએ માર્ચ ૨૦૨૩માં ૩ શૅરદીઠ એક અને જુલાઈ ૨૦૨૪માં એક શૅરદીઠ એકનું બોનસ આપેલું છે. ૨૦૨૪ની ૫ ફેબ્રુઆરીએ ભાવ ૧૫ રૂપિયાના બેસ્ટ લેવલે ગયો હતો. ઑલટાઇમ બૉટમ ૪૦ પૈસા છે. કંપનીએ ગયા વર્ષે ૧૩૧ કરોડની આવક ઉપર સવાસાત કરોડ નફો કરીને ૬.૯૦ની EPS મેળવી છે. આ બધી હકીકતનો સાર એટલો જ કે પ્રમોટર્સ-બજારના બધા ખેલાડી છે. નર્મદેશમાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ નથી.

બીજી કંપની કર્ણાટકાના બૅન્ગલોરની અવના ઇલેક્ટ્રો સિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૫૯ની અપરબૅન્ડમાં ૩૫૨૨ લાખનો NSE SME ઇશ્યુ સોમવારે કરશે. એમાંથી પાંચ કરોડ ઑફર ફોર સેલ પેટે પ્રમોટર્સ વાપરશે. ૨૦૨૦માં સ્થપાયેલી આ કંપની કન્ટ્રોલ અને રીલે પૅનલ્સ બનાવે છે. ગયા વર્ષે ૧૮ ટકા વધારામાં ૬૨૯૩ લાખ આવક ઉપર ૧૦૭ ટકા જેવા વૃદ્ધિદરથી ૮૩૧ લાખ નફો બનાવ્યો છે. પ્રથમ ૬ મહિનામાં આવક ૩૬૨૮ લાખ તથા નફો ૫૬૧ લાખ કર્યો છે. દેવું ૫૬૮ લાખ છે. ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી અત્યારે ૮ બોલાય છે.

દરમ્યાન મેઇન બોર્ડમાં ગઈ કાલે ભારત કોકિંગ કોલનો ૧૦ના શૅરદીઠ ૨૩ના ભાવનો ૧૦૭૧ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં નવ ગણા સહિત કુલ આઠ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૯ ચાલે છે. SME કંપની ડીફ્રેઇલ ટેકનોલોજીસનો ૧૦ના શૅરદીઠ ૭૪ના ભાવનો ૧૩૭૭ લાખનો BSE SME ઇશયુ કુલ ૮૦ ટકા પ્રથમ દિવસે ભરાયો છે, જ્યારે કલકત્તાની યજુર ફાઇબર્સનો ૧૦ના શૅરદીઠ ૧૭૪ના ભાવનો કુલ ૧૨૦ કરોડ પ્લસનો ઇશ્યુ રીટેલમાં દોઢ ગણો સહિત કુલ ૧.૩ ગણો તેમ જ નવી દિલ્હીની વિકટરી ઇલે​ક્ટ્રિક વ્હીકલ્સનો પાંચના શૅરદીઠ ૪૧ના ભાવનો ૩૪૫૬ લાખનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૯૮ ટકા સહિત કુલ સવાગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. યજુરમાં ૬૦થી શરૂ થયેલું પ્રીમિયમ ઝડપથી ગગડી હાલ ઝીરો થઈ ગયું છે. ડિફ્રેઇલમાં ૬ના રેટ છે. 

રિલાયન્સનાં રિઝલ્ટ ૧૬મીએ, શૅર સાંકડી વધઘટે નજીવો પ્લસ

ઑલટાઇમ હાઈ થયા પછી ૩ દિવસમાં પોણાનવ ટકા ગગડેલી રિલાયન્સમાં પરિણામ ૧૬મીએ જાહેર થવાની નોટિસ વાગતાં ભાવ ગઈ કાલે નીચામાં ૧૪૬૫ અને ઉપરમાં ૧૪૮૦ થઈ છેવટે પાંચ રૂપિયા વધીને ૧૪૭૫ બંધ થયો છે. તાજેતરની ખરાબી બાદ ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પણ ૧૦માંથ ૭ શૅરના સથવારે ૧૪૧ પૉઇન્ટ સુધર્યા છે. ઑઇલ ઇન્ડિયા ૨.૩ ટકા, પેટ્રોનેટ ૧.૪ ટકા, ONGC ૧.૧ ટકા, ઇન્ડિયન ઑઇલ ૦.૭ ટકા વધી હતી. સામે અદાણી ટોટલ સવા ટકો અને હિન્દુસ્તાન પેટ્રો ૦.૬ ટકા વધુ નરમ પડી છે. એનર્જી બેન્ચમાર્ક ૩૩માંથી ૨૫ શૅરની નબળાઈ વચ્ચે ૧૦ પૉઇન્ટ સુધરી બંધ રહ્યાં છે. એશિયન એનર્જી ૩.૫ ટકા બાઉન્સ થઈ છે. સામે સાંડૂર મૅન્ગેનીઝ ૫.૬ ટકા, ગાંધાર ઑઇલ ૩.૮ ટકા, ઍન્ટલોપ્સ સેલન ૩.૪ ટકા, આઇઆરએમ એનર્જી અઢી ટકા, MRPL અઢી ટકા, પનામા પેટ્રો સવા ટકો, કોલ ઇન્ડિયા ૧.૭ ટકા, ચેન્નઈ પેટ્રો ૧.૨ ટકા ડાઉન હતી.

ઑટો ઇન્ડેક્સ ૨૦માંથી ૧૯ શૅરની નબળાઈમાં સવા ટકો કે ૭૭૨ પૉઇન્ટ બગડ્યો છે. હ્યુન્દાઇ મોટર્સ ૩.૯ ટકા, અપોલો ટાયર્સ ૩ ટકા, બજાજ ઑટો ૨.૧ ટકા, અમરરાજા એનર્જી બે ટકા, એક્સાઇડ ૧.૮ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર દોઢ ટકા, હીરોમોટોકૉર્પ ૧.૪ ટકા, મહિન્દ્ર સવા ટકો, TVS મોટર્સ ૦.૭ ટકા, મારુતિ એક ટકો માઇનસ હતી. અશોક લેલૅન્ડ સામાપ્રવાહે ૧.૭ ટકા વધીને ૧૮૮ થઈ છે. આગલા દિવસના ધબડકા બાદ મેટલ બેન્ચમાર્ક ૧૩માંથી ૯ શૅરના ઘટાડામાં ૧૧૫ પૉઇન્ટ જેવો સામાન્ય ઢીલો હતો. જિંદલ સ્ટેનલેસ ૪ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ ૨.૮ ટકા, તાતા સ્ટીલ એક ટકા, NMDC સવા ટકો નરમ હતી. નાલ્કો ૪.૩ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૨.૮ ટકા, વેદાન્તા એક ટકો વધી છે. 

ચાઇનીઝ કંપનીઓ ઉપર બૅન હટવાની હવામાં માળખાકીય શૅર ઘટ્યા

ટ્રમ્પના ટૅરિફમાં ભેરવાયેલી સરકાર હવે ચાઇનાને રીઝવવા સક્રિય બની લાગે છે. એક અહેવાલ પ્રમાણે સરકારી કૉન્ટ્રૅક્ટ્સ ખાસ કરીને પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમ જ મૅન્યુફૅક્ચરિંગને લગતા સરકારી કૉન્ટ્રૅક્ટ્સમાં બિડિંગ કરવા ઉપર ચાઇનીઝ કંપનીઓ ઉપર ૬ વર્ષથી જે પ્રતિબંધ મુકાયો છે એ રદ કરવા કે હળવો બનાવવાની વિચારણા હાથ ધરાઈ છે. ઘરઆંગણાની કૅપિટલ ગુડ્સ, પાવર, ઇન્ફ્રાસ્ટ્રકચર તેમ જ ઇ​ક્વિપમેન્ટ ઉત્પાદક કંપનીઓને આની માઠી અસર થવાની દહેશત જાગી છે. ગઈ કાલે પાવર ઇન્ડેક્સ ૧.૮ ટકા, યુટિલિટી ઇન્ડેક્સ ૧.૮ ટકા, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક એક ટકા, ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૪ ટકા ગગડ્યો છે. ઉપરોક્ત સેક્ટરમાં ગઈ કાલે આંગળીના વેઢે ગણાય એટલા જૂજ શૅર સુધર્યા હતા. બાકી બધું લાલ હતું. અદાણી ગ્રીન, કેપી ગ્રીન, આયોન એક્સચેન્જ, જીએમઆર પાવર, વાટેક વાબેગ, અદાણી એનર્જી, એન્ટોની વેસ્ટ, સિમેન્ટ એનર્જી, જીઇવર્નોવા, સુઝલોન, સીજી પાવર, તેજસ નેટ, રાઉટ મોબાઇલ, ઑ​​​પ્ટિમસ ટોરન્ટ પાવર, વારી એનર્જી, રેલટેલ કૉર્પોરેશન, HFCL વગેરે જેવી જાતો અઢીથી પાંચ ટકા તૂટી હતી. હિટાચી એનર્જી પણ ગણા કામકાજે નીચામાં ૧૭,૧૮૬ થઈ ત્રણ ટકા કે ૫૭૯ રૂપિયા ખરડાઈને ૧૭,૮૬૧ રહી છે. AGR પેટેના લેણામાં સરકારની લાઇફલાઇન મળી જતાં વોડાફોન ઉપરમાં સાડાબાર થયા બાદ બે ટકા બગડી ૧૧.૨૭ થયો છે. લાર્સન આગલા દિવસે ૩.૪ ટકાની ખરાબીમાં સેન્સેક્સમાં ટૉપ લૂઝર બન્યા પછી ગઈ કાલે પાંખા કામકાજે નહીંવત્ ઘટીને ૪૦૨૭ હતી. સિમેન્સ સવા ટકો, ભેલ ૦.૯ ટકા, એબીબી એક ટકા, મઝગાંવ ડોક એક ટકા, ભારત ઇલે. પોણો ટકો વધી હતી. 

ભારત કોકિંગ કોલનો ઇશ્યુ પ્રથમ દિવસે જ આઠ ગણો છલકાયો

સોમવારે બે SME ભરણાં છે. જામનગરની નર્મદેશ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૫૧૫ રૂપિયાના ઐતિહાસિક ઊંચા ભાવથી ૪૪૮૭ લાખ રૂપિયાનો BSE SME IPO કરવાની છે. એમાંથી ૯ કરોડ OFS પેટે પ્રમોટર્સના ઘરમાં જશે. કંપની વિવિધ પ્રકારની બ્રાસ પ્રોડક્ટ્સ બનાવે છે. ગયા વર્ષે ૧૧ ટકા વધારામાં ૮૮ કરોડ આવક ઉપર ૧૯.૪ ટકા ઘટાડામાં ૫૭૨ લાખ નફો કર્યો છે. ચાલુ વર્ષે છ મહિનામાં આવક ૩૪૨૧ લાખ અને નફો ૪૦૧ લાખ થયો છે. દેવું હાલ ૧૯૨૧ લાખ છે. ઇશ્યુમાં ૧૪૫૦ લાખ દેવું ચૂકવવામાં અને ૧૦૨૦ લાખ વર્કિંગ કૅપિટલમાં વાપરશે. મજાની વાત એ છે કે કંપનીની પ્રમોટર્સ સ્પ્રેકિંગ લિમિટેડ અને એનો માલિક દુધગરા પરિવાર છે. આ સ્પ્રેકિંગ લિમિટેડ અગાઉ નર્મદેશ બ્રાસ જેવો જ બિઝનેસ કરતી સ્પ્રેકિંગ ઍગ્રો ઇક્વિપમેન્ટના નામે સપ્ટેમ્બર ૨૦૧૬ના આરંભે ૧૦ના શૅરદીઠ ૨૧ના ભાવથી આશરે બે કરોડ રૂપિયાનો BSE SME ઇશ્યુ લાવી હતી. એનો મુખ્ય હેતુ ૧૫૫ લાખની લોન ચૂકવવાનો હતો. હાલ એના શૅરનો ભાવ ૧૮૪ પૈસા ચાલે છે. ફેસવૅલ્યુ એકની છે. કંપનીએ માર્ચ ૨૦૨૩માં ૩ શૅરદીઠ એક અને જુલાઈ ૨૦૨૪માં એક શૅરદીઠ એકનું બોનસ આપેલું છે. ૨૦૨૪ની ૫ ફેબ્રુઆરીએ ભાવ ૧૫ રૂપિયાના બેસ્ટ લેવલે ગયો હતો. ઑલટાઇમ બૉટમ ૪૦ પૈસા છે. કંપનીએ ગયા વર્ષે ૧૩૧ કરોડની આવક ઉપર સવાસાત કરોડ નફો કરીને ૬.૯૦ની EPS મેળવી છે. આ બધી હકીકતનો સાર એટલો જ કે પ્રમોટર્સ-બજારના બધા ખેલાડી છે. નર્મદેશમાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ નથી.

બીજી કંપની કર્ણાટકાના બૅન્ગલોરની અવના ઇલેક્ટ્રો સિસ્ટમ્સ ૧૦ના શૅરદીઠ ૫૯ની અપરબૅન્ડમાં ૩૫૨૨ લાખનો NSE SME ઇશ્યુ સોમવારે કરશે. એમાંથી પાંચ કરોડ ઑફર ફોર સેલ પેટે પ્રમોટર્સ વાપરશે. ૨૦૨૦માં સ્થપાયેલી આ કંપની કન્ટ્રોલ અને રીલે પૅનલ્સ બનાવે છે. ગયા વર્ષે ૧૮ ટકા વધારામાં ૬૨૯૩ લાખ આવક ઉપર ૧૦૭ ટકા જેવા વૃદ્ધિદરથી ૮૩૧ લાખ નફો બનાવ્યો છે. પ્રથમ ૬ મહિનામાં આવક ૩૬૨૮ લાખ તથા નફો ૫૬૧ લાખ કર્યો છે. દેવું ૫૬૮ લાખ છે. ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી અત્યારે ૮ બોલાય છે.

દરમ્યાન મેઇન બોર્ડમાં ગઈ કાલે ભારત કોકિંગ કોલનો ૧૦ના શૅરદીઠ ૨૩ના ભાવનો ૧૦૭૧ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં નવ ગણા સહિત કુલ આઠ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૯ ચાલે છે. SME કંપની ડીફ્રેઇલ ટેકનોલોજીસનો ૧૦ના શૅરદીઠ ૭૪ના ભાવનો ૧૩૭૭ લાખનો BSE SME ઇશયુ કુલ ૮૦ ટકા પ્રથમ દિવસે ભરાયો છે, જ્યારે કલકત્તાની યજુર ફાઇબર્સનો ૧૦ના શૅરદીઠ ૧૭૪ના ભાવનો કુલ ૧૨૦ કરોડ પ્લસનો ઇશ્યુ રીટેલમાં દોઢ ગણો સહિત કુલ ૧.૩ ગણો તેમ જ નવી દિલ્હીની વિકટરી ઇલે​ક્ટ્રિક વ્હીકલ્સનો પાંચના શૅરદીઠ ૪૧ના ભાવનો ૩૪૫૬ લાખનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૯૮ ટકા સહિત કુલ સવાગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. યજુરમાં ૬૦થી શરૂ થયેલું પ્રીમિયમ ઝડપથી ગગડી હાલ ઝીરો થઈ ગયું છે. ડિફ્રેઇલમાં ૬ના રેટ છે. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange