30 August, 2024 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ અંબાણી, ગૌતમ અદાણી
હુરુન ઇન્ડિયા દ્વારા ભારતના સૌથી અમીર વ્યક્તિઓની ૨૦૨૪ની લેટેસ્ટ યાદી બહાર પડી એમાં ઘણા ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. લગભગ છેલ્લાં ઘણાં વર્ષોથી અમીરોની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતા મુકેશ અંબાણીને પાછળ રાખીને આ વખતે ગૌતમ અદાણી સૌથી અમીર ભારતીય બની ગયા છે. ૨૦૨૦માં ગૌતમ અદાણી આ યાદીમાં ચોથા ક્રમે હતા, પણ છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં લગભગ ૯૫ ટકાનો વધારો થયો છે અને ૬૨ વર્ષના ગૌતમ અદાણી ૧૧.૬૧ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે નંબર વનના સ્થાને આવી ગયા છે. અદાણી ગ્રુપની કંપનીઓના શૅરમાં છેલ્લા એક વર્ષમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે મુકેશ અંબાણી ૧૦.૧૪ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ વર્ષની યાદીમાં બીજા ક્રમાંકે છે.
હુરુન ઇન્ડિયાના ફાઉન્ડર અને ચીફ રિસર્ચર અનસ રહમાનનું કહેવું છે કે ભારત હવે એશિયાનું સંપત્તિસર્જક એન્જિન બની રહ્યું છે અને ભારતીય અબજોપતિઓની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો થયો છે.
HCL કંપનીના ફાઉન્ડર શિવ નાડર અને તેમનો પરિવાર ૩.૧૪ લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા નંબરે, વૅક્સિંગ કિંગ તરીકે જાણીતા સાયરસ પૂનાવાલા અને તેમનો પરિવાર ૨,૮૯,૮૦૦ કરોડ રૂપિયા સાથે ચોથા નંબરે અને સન ફાર્મા કંપનીના ફાઉન્ડર દિલીપ સંઘવી ૨,૪૯,૯૦૦ કરોડ રૂપિયા સાથે પાંચમા ક્રમે છે.
પાંચથી દસમા ક્રમે કોણ? |
||
૬. |
કુમાર મંગલમ બિરલા |
૨,૩૫,૨૦૦ કરોડ રૂપિયા |
૭. |
ગોપીચંદ હિન્દુજા |
૧,૯૨,૭૦૦ કરોડ રૂપિયા |
૮. |
રાધાકિશન દામાણી |
૧,૯૦,૯૦૦ કરોડ રૂપિયા |
૯. |
અઝીમ પ્રેમજી |
૧,૯૦,૭૦૦ કરોડ રૂપિયા |