ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં ૮૪,૫૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો

28 May, 2026 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની સંપત્તિમાં મંગળવારે ભારે ઉછાળો જોવા મળ્યો હતો

ગૌતમ અદાણી

ભારતની સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની સંપત્તિમાં મંગળવારે ભારે ઉછાળો જોવા મળ્યો હતો. તેમની કંપનીઓના શૅરમાં ઉછાળાને કારણે ગૌતમ અદાણીની સંપત્તિ એક જ દિવસમાં ૮.૮૫ અબજ ડૉલર (આશરે ૮૪,૫૦૦ કરોડ રૂપિયા) વધી ગઈ હતી. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ હવે ૧૧૭ અબજ ડૉલર છે. ગૌતમ અદાણીની સંપત્તિ આ વર્ષે ૩૩ અબજ ડૉલર વધીને ૧૧૭ અબજ ડૉલર થઈ છે. બીજી તરફ ભારતના બીજા નંબરના સૌથી ધનિક એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીની સંપત્તિ પણ ૮૯.૧ અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે. તેમની સંપત્તિ મંગળવારે ૧૯૫ મિલ્યન ડૉલરનો વધારો દર્શાવે છે.

business news gautam adani share market stock market national stock exchange bombay stock exchange reliance mukesh ambani