20 December, 2022 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એક સત્તાવાર નિવેદન મુજબ ટીડીએસ કપાત અને તંદુરસ્ત કૉર્પોરેટ ઍડ્વાન્સ ટૅક્સ સાથે મળીને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કુલ ડાયરેક્ટ યૅક્સ કલેક્શન ૨૬ ટકા વધીને ૧૩.૬૩ લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે.
રીફન્ડ માટે સમાયોજિત કર્યા પછી, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી નેટ ડાયરેક્ટ ટૅક્સ કલેક્શન ૧૧.૩૫ લાખ કરોડ રૂપિયા છે, જે સંપૂર્ણ વર્ષના કુલ બજેટ લક્ષ્યના લગભગ ૮૦ ટકા છે.
બજેટમાં આ નાણાકીય વર્ષમાં ૧૪.૨૦ લાખ કરોડ રૂપિયાના ગ્રોસ ડાયરેક્ટ ટૅક્સ કલેક્શનનો અંદાજ હતો. કૉર્પોરેટ અને વ્યક્તિગત આવક પર કર પ્રત્યક્ષ કર માટે બનાવે છે.
૧૭ ડિસેમ્બર સુધી લગભગ ૨.૨૮ લાખ કરોડ રૂપિયાનાં રીફન્ડ જારી કરવામાં આવ્યાં છે, જે એક વર્ષ અગાઉના સમયગાળાની તુલનાએ ૬૮ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
૧૩,૬૩,૬૪૦ કરોડના ગ્રોસ કલેક્શનમાં કૉર્પોરેશન ટૅક્સ ૭.૨૫ લાખ કરોડ રૂપિયા અને સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ સહિત ૬.૩૫ લાખ કરોડ રૂપિયાનો પર્સનલ ઇન્કમ ટૅક્સનો સમાવેશ થાય છે, એમ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે જણાવ્યું હતું.