નવેમ્બરમાં ૧૫ દિવસ બૅન્કો બંધ

30 October, 2023 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવેમ્બરમાં દરેક બે દિવસની બે સાપ્તાહિક રજા છે

પ્રતીકાત્મક તસવીર

નવેમ્બર મહિનામાં દેશના વિવિધ ભાગોમાં ૧૫ દિવસ સુધી બૅન્ક હૉલિડે હશે. નવેમ્બરમાં બે શનિવાર અને ચાર રવિવારના કારણે બૅન્કોમાં કુલ ૬ સાપ્તાહિક રજા રહેશે. આ ઉપરાંત તહેવારોને કારણે વિવિધ ભાગોમાં વધુ ૯ દિવસ બૅન્કો બંધ રહેશે.

નવેમ્બરમાં દરેક બે દિવસની બે સાપ્તાહિક રજા છે, જેમાં ૧૧ અને ૧૨ નવેમ્બરે બીજો શનિવાર અને રવિવારના કારણે અને ૨૫ અને ૨૬ નવેમ્બરે ચોથો શનિવાર અને રવિવારના કારણે દેશભરમાં બૅન્કો બંધ રહેશે.

૨૭ નવેમ્બરે ગુરુ નાનક જયંતી અને કાર્તિક પૂર્ણિમાના કારણે ૧૨ સ્થળો સિવાય દેશભરમાં બૅન્કો બંધ રહેશે. એથી આ સમયગાળા દરમ્યાન જો કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય હોય તો એને પૂર્ણ કરો. જો એ ચૂકી જાય તો તમારું કાર્ય અટકી શકે છે.

icici bank reserve bank of india state bank of india union bank of india world bank yes bank business news