લંડનમાં એકનાથ શિંદેને મળ્યો વિરાટ

12 September, 2026 04:15 PM IST  |  Maharashtra | Gujarati Mid-day Correspondent

આ મુલાકાત દરમ્યાન તેમની વચ્ચે રમતગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ અને મહારાષ્ટ્ર સરકારની વિવિધ યોજનાઓ પર ચર્ચા થઈ હતી. આ મુલાકાત બાદ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘વિરાટ કોહલી લંડનમાં રહે છે.

લંડનમાં એકનાથ શિંદેને મળ્યો વિરાટ

બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્‌સમાં નવાજવામાં આવેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા લંડનમાં રહેતો વિરાટ કોહલી પહોંચી ગયો હતો. આ મુલાકાત દરમ્યાન તેમની વચ્ચે રમતગમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ અને મહારાષ્ટ્ર સરકારની વિવિધ યોજનાઓ પર ચર્ચા થઈ હતી. આ મુલાકાત બાદ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘વિરાટ કોહલી લંડનમાં રહે છે. હું લંડન આવ્યો છું એવી જાણ થતાં તે મને મળવા આવ્યો હતો. આટલો મોટો ભારતીય ખેલાડી, સૌથી વધુ સેન્ચુરી મારનારો પ્લેયર હોવા છતાં તે કેટલા સાદો છે એ જોઈને મને આનંદ થયો. અમારી આ પહેલાં પણ મુલાકાત થઈ છે, પણ આ વખતની તેની સાથે થયેલી ચર્ચા વધુ સારી રહી હતી.’

cricket news virat kohli eknath shinde sports news sports maharashtra maharashtra news london