01 January, 2025 09:39 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મયંક અગ્રવાલ
અમદાવાદમાં ગઈ કાલે વિજય હઝારે ટ્રોફીમાં હૈદરાબાદ સામે કર્ણાટકની ટીમનો ૩ વિકેટે વિજય થયો હતો. પહેલાં બૅટિંગ કરતાં હૈદરાબાદે ૮ વિકેટે ૩૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જવાબમાં કર્ણાટકની ટીમે શાનદાર બૅટિંગ કરીને ૭ વિકેટે ૪૯.૪ ઓવરમાં ૩૨૨ રન કરીને જીત નોંધાવી હતી. પાંચ મૅચમાં એક હાર અને ચાર જીત સાથે આ ટીમ ગ્રુપ Cમાં પહેલા ક્રમે છે.
કૅપ્ટન મયંગ અગ્રવાલે કર્ણાટકની જીતમાં મોટી ભૂમિકા ભજવી છે. તેણે હૈદરાબાદ સામે ૧૧૨ બૉલમાં ૧૨૪ રન કર્યા હતા. વિજય હઝારે ટ્રોફીમાં આ તેની સળંગ ત્રીજી સેન્ચુરી હતી. આ પહેલાં તેણે પંજાબ અને અરુણાચલ પ્રદેશ સામે પણ સેન્ચુરી ફટકારી હતી. હૅટ-ટ્રિક સેન્ચુરી સાથે તેણે વન-ડે ફૉર્મેટના ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પોતાની દાવેદારી નોંધાવી છે. એક કરોડની બેઝ પ્રાઇસવાળો આ પ્લેયર IPL મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. તે છેલ્લે હૈદરાબાદ માટે બે સીઝન રમ્યો હતો.
મયંક અગ્રવાલની હૅટ-ટ્રિક સેન્ચુરી |
|
૨૬ ડિસેમ્બર |
૧૨૭ બૉલમાં ૧૩૯ રન |
૨૮ ડિસેમ્બર |
૪૫ બૉલમાં ૧૦૦ રન |
૩૧ ડિસેમ્બર |
૧૧૨ બૉલમાં ૧૨૪ રન |