21 January, 2025 12:23 PM IST | Malaysia | Gujarati Mid-day Correspondent
ઐતિહાસિક જીતની ઉજવણી કરતી નાઇજીરિયાની અન્ડર-19 મહિલા ક્રિકેટર્સ
નાઇજીરિયાની વિમેન ક્રિકેટર્સે T20 અન્ડર-19 વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડને હરાવીને હલચલ મચાવી દીધી છે. આ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમી રહેલી આ ટીમે ન્યુ ઝીલૅન્ડને બે રનથી હરાવીને પોતાનો પહેલો વિજય નોંધાવ્યો છે. નાઇજીરિયાની પહેલી મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બીજી મૅચ પણ વરસાદથી પ્રભાવિત થઈ અને માત્ર ૧૩-૧૩ ઓવર જ રમી શકાઈ હતી. નાઇજીરિયાએ પ્રથમ બૅટિંગ કરતાં ૬ વિકેટે ૬૫ રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ છ વિકેટે માત્ર ૬૩ રન જ બનાવી શકી.
ઇન્ટરનૅશનલ ક્રિકેટની વિમેન્સ ટુર્નામેન્ટમાં નાઇજીરિયાની વિમેન્સ ટીમની આ પહેલી જીત છે. નાઇજીરિયામાં ફુટબૉલ અને ઍથ્લેટિક્સ લોકપ્રિય રમતો છે, પરંતુ ક્રિકેટ ફક્ત ઉપખંડના દક્ષિણના દેશ સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેમાં જ રમાય છે. નાઇજીરિયાની અન્ડર-19 મેન્સ ટીમે 2019માં પહેલી વાર વન-ડે વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.