અન્ડર-19 વર્લ્ડ કપ : ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર ફાઇનલમાં પહોંચ્યું, ભારત સામે ફાઇનલમાં ટકરાશે

09 February, 2024 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણ વારનું ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા પાંચ વારના ચૅમ્પિયન ભારત સામે ૧૧ ફેબ્રુઆરીએ ફરી ચૅમ્પિયન બનવા ઊતરશે મેદાનમાં

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પ્લેયર

અન્ડર-19 વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાની ટીમે શાનદાર પ્રદર્શન કરતાં પાકિસ્તાનને ૧ વિકેટે રોમાંચક મૅચમાં હરાવીને છઠ્ઠી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જીતની સાથે જ ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમે ૨૦૧૮ બાદ આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

૨૦૧૮ બાદ ઑસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચ્યું
અન્ડર-19 વર્લ્ડ કપ ૨૦૨૪માં બીજી સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને રોમાંચક મૅચમાં ૧ વિકેટે હરાવ્યું હતું. આ મૅચમાં પહેલાં બૅટિંગ કરતાં પાકિસ્તાન ૧૭૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. કાંગારૂના બોલરો મૅચમાં શરૂઆતથી જ પાકિસ્તાનના બૅટરોને ઘણી તકલીફ આપતા રહ્યા હતા અને ટીમને ૨૦૦ના આંકડા સુધી પહોંચવા દીધી નહોતી. ઑસ્ટ્રેલિયા તરફથી ટૉમ સ્ટ્રેકરે તરખાટ મચાવતાં ૬ વિકેટ ઝડપી હતી અને ટીમની જીતમાં હીરો રહ્યો હતો. આ જીત સાથે ઑસ્ટ્રેલિયાએ ૨૦૧૮ બાદ પહેલી વાર અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ૧૮૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઊતરેલા ઑસ્ટ્રેલિયા તરફથી હૅરી ડિક્સને ૭૫ બૉલમાં ૫૦ રન બનાવ્યા હતા. તેને બાદ કરતાં ઓલિવરે ૪૯ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો, જ્યારે ટૉમ કૅમ્પબેલ ૨૫ રનની ઉપયોગી ઇનિંગ્સ રમ્યો હતો.

પાકિસ્તાનને કામ ન લાગી અલી રઝાની બોલિંગ 
ઑસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓપનર હૅરી ડિક્સને સૌથી વધુ ૫૦ રન કર્યા હતા. પાકિસ્તાનના યુવા બોલર અલી રઝાએ ૧૦ ઓવરમાં ૩૪ રન આપી સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી. તો અરાફાત મિન્હાસે બે વિકેટ ઝડપી હતી, પણ અલી રઝાની બોલિંગ ટીમને ફાઇનલ સુધી પહોંચાડી શકી નહોતી. 

ઑસ્ટ્રેલિયાની ટીમમાં બે ભારતીય મૂળના ખેલાડીઓ
અન્ડર-19 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચેલી ઑસ્ટ્રેલિયન ટીમમાં બે ખેલાડીઓ ભારતીય મૂળના છે. આ બન્ને પંજાબના છે. હરજસ સિંહ અને હરકીરત સિંહ બાજવા ઑસ્ટ્રેલિયા ટીમમાં છે.

અંડર 19 વર્લ્ડ કપમાં ભારત vs ઑસ્ટ્રેલિયા

ક્યારે

ક્યા

પરિણામ

29 ફેબ્રુઆરી 1988

બૅરી

કાંગારૂ 7 વિકેટે જીત્યું

20 જાન્યુઆરી 1998

સેંચુરિયન

કાંગારૂ 6 વિકેટે જીત્યું

25 જાન્યુઆરી 2000

કોલંબો

ભારત 170 રને જીત્યું

26 ઓગસ્ટ 2012

ટાઉસવિલે

ભારત 6 વિકેટે જીત્યું

14 જાન્યુઆરી 2018

માઉંટ માઉંગાનુઈ

ભારત 100 રને જીત્યું

3 ફેબ્રુઆરી 2018

માઉંટ માઉંગાનુઈ

ભારત 8 વિકેટે જીત્યું

28 જાન્યુઆરી 2020

પોટચેફસ્ટુમ

ભારત 74 રને જીત્યું

2 ફેબ્રુઆરી 2022

કુલિજ

ભારત 96 રને જીત્યુંં

 

અન્ડર 19 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત vs ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

વર્ષ

પરિણામ

2012

ભારત 6 વિકેટે જીત્યું

2018

ભારત 8 વિકેટે જીત્યું

 

australia under 19 cricket world cup pakistan cricket news sports news sports