સુઝી બેટ્સની કરીઅરનું ફાઇનલ મિશન બનશે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026

25 April, 2026 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્ચ ૨૦૦૬માં ભારત સામેની વન-ડે મૅચથી ન્યુ ઝીલૅન્ડ માટે કરીઅરની શરૂઆત કરી હતી...

સુઝી બેટ્સ

ન્યુ ઝીલૅન્ડની ૩૮ વર્ષની બૅટર સુઝી બેટ્સ જૂન-જુલાઈમાં ઇંગ્લૅન્ડમાં યોજાનાર વિમેન્સ T20 વર્લ્ડ કપ પછી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. માર્ચ ૨૦૦૬માં ભારત સામેની વન-ડે મૅચથી તેણે પોતાની શાનદાર કરીઅરની શરૂઆત કરી હતી. ૨૦ વર્ષની કરીઅરમાં તે ૩૫૦ વિમેન્સ ઇન્ટરનૅશનલ મૅચ રમનારી અને પચીસ હજાર (ડોમેસ્ટિક ક્રિકેટ સાથે) રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી.

વિમેન્સ T20 વર્લ્ડ કપની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ ન્યુ ઝીલૅન્ડ સાથે તે હવે છેલ્લી વખત આગામી વર્લ્ડ કપ વખતે રમતી જોવા મળશે. જુલાઈ ૨૦૧૧થી ૭ વર્ષ સુધી તેણે કિવી ટીમની કૅપ્ટનની જવાબદારી પણ સંભાળી હતી. બધી ક્રિકેટસિદ્ધિઓ ઉપરાંત સુઝી બેટ્સે ૨૦૦૮માં બીજિંગ ઑલિમ્પિક્સમાં બાસ્કેટબૉલમાં પણ ન્યુ ઝીલૅન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે.

new zealand cricket news sports news sports news