સ્મૃતિ માન્ધના અને દીપ્તિ શર્માને ICCની વિમેન્સ વન-ડે ટીમ ઑફ ધ યર 2024માં મળી એન્ટ્રી

27 January, 2025 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ICC વિમેન્સ ODI ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડ જીતવાની રેસમાં પણ છે. ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ ગયા વર્ષે ૧૩ વન-ડે મૅચમાં ૧૮૬ રન બનાવવા ઉપરાંત ૨૪ વિકેટ પણ લીધી છે.

દીપ્તિ શર્મા, સ્મૃતિ માન્ધના

ગઈ કાલે ICCએ વિમેન્સ વન-ડે ટીમ ઑફ ધ યર 2024ની ટીમ પણ જાહેર કરી હતી જેમાં ભારતની બે પ્લેયર્સ સ્મૃતિ માન્ધના અને દીપ્તિ શર્માને એન્ટ્રી મળી છે. આ ઉપરાંત ઇંગ્લૅન્ડની ત્રણ, ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની બે-બે, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની એક-એક પ્લેયરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

સ્મૃતિ માન્ધના ગયા વર્ષે ૧૩ વન-ડેમાં ૭૪૭ રન બનાવીને ૨૦૨૪ની સૌથી વધુ વન-ડે રન બનાવનારી મહિલા પ્લેયર બની હતી. તે ICC વિમેન્સ ODI ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડ જીતવાની રેસમાં પણ છે. ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ ગયા વર્ષે ૧૩ વન-ડે મૅચમાં ૧૮૬ રન બનાવવા ઉપરાંત ૨૪ વિકેટ પણ લીધી છે.

ICC વિમેન્સ વન-ડે ટીમ આૅફ ધ યર 2024
સ્મૃતિ માન્ધના (ભારત), એલ. વૉલ્વાર્ટ (કૅપ્ટન) (સાઉથ આફ્રિકા), ચમરી અટાપટ્ટુ (શ્રીલંકા), હૅલી મૅથ્યુસ (વેસ્ટ ઇન્ડીઝ), મેરિઝાન કૅપ (સાઉથ આફ્રિકા), ઍશ્લી ગાર્ડનર (ઑસ્ટ્રેલિયા), ઍનાબેલ સધરલૅન્ડ (ઑસ્ટ્રેલિયા), ઍમી જૉન્સ (ઇંગ્લૅન્ડ), દીપ્તિ શર્મા (ભારત), સૉફી ઍકલ્સ્ટન (ઇંગ્લૅન્ડ), કેટ ક્રૉસ (ઇંગ્લૅન્ડ).

smriti mandhana indian womens cricket team indian cricket team international cricket council cricket news sports news sports