01 April, 2026 11:58 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
ટીમ-હોટેલમાં સુરક્ષા-નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શાહીન આફ્રિદીને ૩.૩૯ લાખ રૂપિયાનો દંડ
પાકિસ્તાન સુપર લીગની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ લાહોર કલંદર્સે પોતાના કૅપ્ટન શાહીન આફ્રિદી પર ૧૦ લાખ પાકિસ્તાની રૂપિયાનો એટલે કે ૩.૩૯ લાખ ભારતીય રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પાકિસ્તાનની લાહોર પોલીસે આરોપ લગાવ્યો હતો કે ‘શાહીન આફ્રિદી અને ઑલરાઉન્ડર સિકંદર રઝા પરવાનગી ન હોવા છતાં ૪ અનધિકૃત મહેમાનોને બળજબરીથી એક ખેલાડીની હોટેલ-રૂમમાં લઈ ગયા હતા.’
પાકિસ્તાની મૂળના ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝાએ આ ઘટનાનો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘અહીં ભૂલ મારી છે, શાહીનની નહીં. તે મારી વિનંતી પર નીચે ગયો. તે મારા નજીકના પરિવારના સભ્યો અને મિત્રોને લેવા હોટેલ-રૂમની નીચે ગયો હતો. હું તેમને બિઝનેસ-સેન્ટરમાં મળવા માગતો નહોતો.’
લાહોર કલંદર્સે કહ્યું હતું કે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે શાહીન આફ્રિદીને દંડ ફટકાર્યો છે.