સંજુ સૅમસનને ટ્રેડ કરીને રાજસ્થાન રૉયલ્સે પોતાનો ચહેરો ગુમાવી દીધો:ફાફ ડુ પ્લેસી

21 March, 2026 06:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૧ વર્ષનો વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન ૧૧ સીઝન રાજસ્થાન રૉયલ્સ સાથે રમ્યા બાદ હવે ચેન્નઈ સુપર કિંગ્સ માટે નવી ઇનિંગ્સ રમતો જોવા મળશે.

સંજુ સૅમસન

૩૧ વર્ષનો વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન ૧૧ સીઝન રાજસ્થાન રૉયલ્સ સાથે રમ્યા બાદ હવે ચેન્નઈ સુપર કિંગ્સ માટે નવી ઇનિંગ્સ રમતો જોવા મળશે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન ફાફ ડુ પ્લેસીએ જિયોહૉટસ્ટાનના ગેમ-પ્લાન શોમાં સંજુ સૅમસનને ટ્રેડ કરીને ચેન્નઈ સુપર કિંગ્સને સોંપનાર રાજસ્થાન રૉયલ્સ માટે મોટું નિવેદન આપ્યું છે.

ફાફ ડુ પ્લેસી કહે છે કે ‘જો હું IPL અને ટીમ પર નજર નાખું તો લીગમાં આપણે જે પણ પ્રખ્યાત ટીમો જોઈએ છીએ એ બધીમાં એક વસ્તુ સમાન છે એક મોટો ભારતીય ખેલાડી. એક એવો ખેલાડી જે લાંબા સમયથી ફ્રૅન્ચાઇઝીનો ચહેરો રહ્યો છે. સંજુ સૅમસન ભલે નવી પેઢીનો ખેલાડી છે, તે રાજસ્થાન ટીમનો ચહેરો બની ગયો હતો. હવે રાજસ્થાન રૉયલ્સે પોતાનો ચહેરો ગુમાવી દીધો છે. મને લાગે છે કે તે ચાહકો, IPL અને સમગ્ર ટુર્નામેન્ટ માટે એક મોટી વાત છે, કારણ કે તેણે એ ટીમમાં મોટી ભૂમિકા ભજવી હતી. તેની બૅટિંગ લાઇન-અપનો ટેકો છીનવાઈ ગયો છે. ’

  વિરાટ-રોહિતની જેમ સંજુ સૅમસન ક્યારેય રિપ્લેસ ન કરી શકાય એવો ખેલાડી છે. 
- રાજસ્થાન રૉયલ્સનો નવો કૅપ્ટન રિયાન પરાગ 

faf du plessis sanju samson IPL 2026 cricket news sports news