21 March, 2026 06:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ. બદરીનાથ, કૅમરન ગ્રીન
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુબ્રમણ્યમ બદરીનાથે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) દ્વારા કૅમરન ગ્રીન માટે ૨૫.૨૦ કરોડ રૂપિયા ખર્ચવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. પોતાની યુટ્યુબ ચૅનલ પર એસ. બદરીનાથે કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને હંમેશાં વધુ પડતા મોટા રજૂ કરવામાં આવે છે અને એનો ફાયદો કાંગારૂ પ્લેયર્સને IPL ઑક્શનમાં મળે છે.
એસ. બદરીનાથે વધુમાં કહ્યું હતું કે ‘કૅમરન ગ્રીન ખરાબ ફૉર્મમાં ચાલી રહ્યો હોવા છતાં તેને ૨૫.૨૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. તેણે T20 વર્લ્ડ કપમાં પણ ભારે સંઘર્ષ કર્યો છે. તે ૨૫.૨૦ કરોડ રૂપિયાને લાયક નથી. શું તેણે IPLમાં એકલા હાથે કંઈ કર્યું છે? મારું માનવું છે કે તેને ખરીદવો KKRનું ખરાબ પગલું હતું. અજિંક્ય રહાણેની કૅપ્ટન્સી પણ KKR માટે નબળાઈ છે.’
કૅમરન ગ્રીને T20 વર્લ્ડ કપ 2026માં ઑસ્ટ્રેલિયા માટે ૪ મૅચમાં ૨૪ રન જ બનાવ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી.