01 June, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરફાત મિન્હાસ
શનિવારે રાવલપિંડીમાં પાકિસ્તાને ઑસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં વિજયી શરૂઆત કરી હતી. ઑસ્ટ્રેલિયાએ મૅથ્યુ શૉર્ટના પંચાવન રન અને મેટ રેનશૉના ૬૧ રનના આધારે ૪૪.૧ ઓવરમાં ૨૦૦ રન કરીને તમામ વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાન બાબર આઝમના ૬૯ રન અને ગાઝી ધોરીના ૬૫ રનની મદદથી ૪૨.૩ ઓવરમાં ૨૦૨ રન કરીને પાંચ વિકેટે જીત્યું હતું.
પાકિસ્તાન માટે પહેલી વન-ડે મૅચ રમી રહેલા ૨૧ વર્ષના ડાબોડી સ્પિનરે ૧૦ ઓવરમાં ૩૨ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તે પાકિસ્તાન માટે પહેલી વન-ડે મૅચમાં પાંચ વિકેટ લેનાર પહેલો બોલર બન્યો હતો. સિરીઝની આગામી બે મૅચ અનુક્રમે બે જૂન અને ચાર જૂને રમાશે.
૧૦૦૦ વન-ડે મૅચ રમનાર ટીમોના રેકૉર્ડ
ભારત - ૧૦૭૫ મૅચમાં ૫૭૧ જીત
ઑસ્ટ્રેલિયા - ૧૦૨૦ મૅચમાં ૬૧૭ જીત
પાકિસ્તાન - ૧૦૦૦ મૅચમાં ૫૨૮ જીત