22 April, 2026 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુશ્કેલ IPL સીઝન વચ્ચે રિન્કુ સિંહે કાશી પહોંચીને ગંગા આરતી કરી
કોલકાતા નાઇટ રાઇડર્સ IPL 2026માં સૌથી તળિયાની ટીમ છે. રાજસ્થાન રૉયલ્સ સામે રિન્કુ સિંહ અને અનુકુલ રૉયે મૅચવિનિંગ ભાગીદારી કરીને ટીમને સીઝનની પહેલી જીત અપાવી હતી. આ બન્ને ખેલાડી ગઈ કાલે ઉત્તર પ્રદેશના વારાણસીના ગંગા ઘાટની મુલાકાત કરવા પહોંચ્યા હતા. રિન્કુની ભાવિ પત્ની અને સંસદસભ્ય પ્રિયા સરોજ પણ આ બન્ને ખેલાડીઓ સાથે કાશી પહોંચીને ગંગા આરતીનો ભાગ બની હતી. આગામી રવિવારે કલકત્તાની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે ત્યારે જીતનો લય જાળવી રાખવાના ટાર્ગેટ સાથે ઊતરશે.