રાજસ્થાન અને બૅન્ગલોર વચ્ચે જામશે ટેબલ-ટૉપરના સ્થાન માટે રસાકસી

10 April, 2026 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન સામે છેલ્લી સીઝનની બન્ને મૅચ બૅન્ગલોર જીત્યું હતું, ગુવાહાટીમાં પહેલી જ વખત રમશે રજત પાટીદાર ઍન્ડ કંપની

ગુવાહાટીમાં ગઈ કાલે બૅટિંગ પ્રૅક્ટિસ કરી રહેલો વિરાટ કોહલી. બૅન્ગલોરના બૅટર દેવદત્ત પડિક્કલ સાથે મશ્કરી કરતા રાજસ્થાનના હેડ કોચ કુમાર સંગકારા અને વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ. ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો ભુવનેશ્વરકુમાર.

IPL 2026ની સોળમી મૅચ આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની આ ટક્કરમાં ટેબલ-ટૉપરના સ્થાન માટે રસાકસી જોવા મળશે. રાજસ્થાન જીતની હૅટ-ટ્રિક સાથે હાલમાં ટેબલ-ટૉપર છે. બૅન્ગલોર બે જીતના ૪ પૉઇન્ટ અને ૧૦ ટીમમાં સૌથી સારા +૨.૫૦૧ના નેટ રન-રેટ સાથે ત્રીજા ક્રમે છે. આજની જીત સાથે બૅન્ગલોર પૉઇન્ટ-ટેબલમાં નંબર વનનું સ્થાન મેળવી શકે છે. પંજાબ કિંગ્સ પાંચ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

૩૪

બૅન્ગલોરની જીત

૧૭

રાજસ્થાનની જીત

૧૪

નો-રિઝલ્ટ

બન્ને ટીમનું બૅટિંગ અને

બોલિંગ-યુનિટ હાલમાં શાનદાર ફૉર્મમાં છે. અનુભવી વિરાટ કોહલી અને ટીનેજર વૈભવ સૂર્યવંશીનાં પ્રદર્શન આ મૅચમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. IPL 2025માં આ ટીમ સામે વૈભવ સૂર્યવંશી ૧૨ બૉલમાં બે સિક્સની મદદથી ૧૬ રન ફટકારીને ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી આ ટીમ સામેની છેલ્લી બન્ને મૅચમાં અનુક્રમે ૭૦ અને ૬૨ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. જોકે તે એક ઇનિંગ્સમાં જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. છેલ્લી બે સીઝનની ચાર ટક્કરમાં બન્ને ટીમ બે-બે મૅચ જીતી છે. છેલ્લી સીઝનની બન્ને મૅચ બૅન્ગલોર જીત્યું હતું. ગુવાહાટીના આ સ્ટેડિયમમાં બૅન્ગલોરની ટીમ પહેલી વખત રમવા ઊતરશે. રાજસ્થાન પોતાના આ બીજા હોમ-ગ્રાઉન્ડમાં આઠમાંથી ૪ મૅચ જીત્યું છે, ૩ મૅચમાં હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. વર્તમાન સીઝનની મુંબઈ અને ચેન્નઈ સામેની બન્ને મૅચમાં રાજસ્થાને અહીં ધમાકેદાર જીત મેળવી છે. 

royal challengers bangalore IPL 2026 rajasthan royals cricket news sports news sports