13 April, 2024 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્લેન મૅક્સવેલ
ગયા વર્ષે વર્લ્ડ કપમાં વાનખેડેમાં ગ્લેન મૅક્સવેલે અફઘાનિસ્તાન સામે ૨૦૧ રનની અફલાતૂન ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચી દીધો હતો. મૅક્સવેલે ૧૨૮ બૉલમાં અણનમ ૨૦૧ રનની ઇનિંગ્સ રમીને ટીમની સંભવિત હારને જીતમાં ફેરવી નાખી હતી.
ગુરુવારે એ જ મેદાનમાં તેણે બૅન્ગલોર વતી રમતાં મુંબઈ સામે ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈને એક શરમજનક રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી. મૅક્સવેલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સૌથી વધુ ૧૭મી વાર શૂન્ય પર આઉટ થઈને રોહિત શર્મા અને દિનેશ કાર્તિકના રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી. નવાઈની વાત એ છે કે IPLના ત્રણેય શૂન્યવીર રોહિત, કાર્તિક અને મૅક્સવેલ ગુરુવારની મૅચમાં સામેલ હતા.