24 May, 2024 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્લેન મૅક્સવેલ
૩૬ વર્ષનો ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ એલિમિનેટર મૅચમાં ખરાબ બૅટિંગ અને ફીલ્ડિંગને કારણે ટ્રોલ થઈ રહ્યો છે. ૧૧ કરોડના આ ખેલાડીએ વર્તમાન સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે ૧૦ મૅચમાં બાવન રન ફટકારીને ૬ વિકેટ લીધી છે. સીઝનની મધ્યમાં તેણે ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બ્રેક લીધો હતો. છેલ્લી ચાર સીઝનમાં બૅન્ગલોર માટે આ તેનું સૌથી કંગાળ પ્રદર્શન રહ્યું. તેણે વર્તમાન સીઝનમાં ચોથી વખત શૂન્ય પર આઉટ થઈને ટુર્નામેન્ટમાં ઇતિહાસમાં સૌથી વધુ ૧૮મી વખત શૂન્ય પર આઉટ થવામાં દિનેશ કાર્તિકની બરાબરી કરી હતી. તેના આ પ્રદર્શનને જોતાં તેને આગામી સીઝન માટે બૅન્ગલોર ફ્રૅન્ચાઇઝી રિટેન કરશે કે નહીં એ ચર્ચાનો વિષય બની ગયો છે.
|
સીઝનમાં ગ્લેન મૅક્સવેલનું પ્રદર્શન |
||
|
સીઝન |
રન |
વિકેટ |
|
૨૦૨૧ |
૫૧૩ |
૩ |
|
૨૦૨૨ |
૩૦૧ |
૬ |
|
૨૦૨૩ |
૪૦૦ |
૩ |
|
૨૦૨૪ |
૫૨ |
૬ |
32
આટલામી વખત T20 ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થયો ઑસ્ટ્રેલિયાનો ઑલ રાઉન્ડર ગ્લેન મૅક્સવેલ.