19 March, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉમરાન મલિક, ચેતન સાકરિયા
IPL ઇતિહાસમાં ૧૫૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બૉલ ફેંકી ચૂકેલો ભારતનો ફાસ્ટેસ્ટ બોલર ઉમરાન મલિક IPL 2025માંથી બહાર થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં જન્મેલો આ પચીસ વર્ષનો ફાસ્ટ બોલર ૨૦૨૧થી ૨૦૨૪ દરમ્યાન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો. ૨૦૨૨ની સીઝનનો આ ઇમર્જિંગ પ્લેયર ઇન્જર્ડ હોવાથી તેના સ્થાને ભાવનગરના મીડિયમ ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને ૭૫ લાખ રૂપિયામાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)માં સામેલ કરવામાં આવ્યો છે.
માર્ચ ૨૦૨૪માં હૈદરાબાદ માટે એક IPL મૅચ રમ્યા બાદ ઉમરાન મલિક એક પણ પ્રોફેશનલ મૅચ રમ્યો નથી. તેણે આ ટુર્નામેન્ટમાં ૨૬ મૅચમાં ૨૯ વિકેટ ઝડપી છે. ૨૭ વર્ષનો ચેતન સાકરિયા પણ પીઠની ઇન્જરી બાદ ફેબ્રુઆરી ૨૦૨૪માં સૌરાષ્ટ્ર માટે મણિપુર સામે રણજી મૅચ રમ્યો હતો. ઇન્જરીમાંથી સ્વસ્થ થઈને વાપસી પહેલાં આ બોલરે ૨૦૨૩ સુધી રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કૅપિટલ્સ માટે ૧૯ મૅચ રમીને ૨૦ વિકેટ ઝડપી છે.